Homeરસોઈસરગવો તમારા સ્વાસ્થય માટે છે ખુબ જ ફાયદાકારક, જાણો તેનું મસાલેદાર શાક...

સરગવો તમારા સ્વાસ્થય માટે છે ખુબ જ ફાયદાકારક, જાણો તેનું મસાલેદાર શાક બનાવવાની રીતે…

આપણા સ્વાસ્થ્ય માટે સરગવો ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેથી સરગવાનું શાક ખાવું જ જોઈએ, ઘણા લોકોને સરગવાનું શાક ભવતુ નથી પરંતુ આજે અમે સરગવાની શિંગનું એવું શાક બનાવતા શીખવાડીશું કે, જે જોઈને જ તમને ખાવાનું મન થઈ જશે. તો ચાલો જાણીએ ચણાના લોટ વાળુ સરગવાની શિંગનું શાક કેવી રીતે બનાવાય.

સામગ્રી :-

સરગવાની સિંગ – 5 થી 6

તેલ – 2 પાવળા

જીરું – 1/2 ચમચી

હીંગ – 1 ચપટી

ઝીણા સમારેલા લીલા મરચા – 2 નંગ

સમારેલા લીલા ધાણા – 2 ચમચી

ચણાનો લોટ – 1 કપ

લાલ મરચું પાઉડર – 1 ચમચી

હળદર – 1/2 ચમચી

ધાણાજીરું – 1 ચમચી

ખાંડ 1/2 ચમચી

મીઠું – સ્વાદ પ્રમાણે

બનાવવાની રીત :-

– સૌપ્રથમ સરગવાની સિંગ લઇને તેને પાણીથી ધોઈ લો અને તેના નાના ટૂકડા કરી લો. ત્યાર બાદ કુકરમાં થોડું પાણી નાખો અને તેમાં સરગવાની સિંગના ટુકડાઓ નાખો અને તેને બાફવા માટે મૂકો. સિંગ બફાઇ ગયા બાદ એક કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકો.

– તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં હિંગ અને જીરું નાખો. જીરું તતડી જાય ત્યાં સુધી તેને ધીમી આંચ ઉપર રેહવા દો. હવે તેમાં સમારેલા મરચાં નાખો. હવે તેમાં બાફેલી સિંગ ઉમેરો અને ચમચા વડે બધુ જ મિક્સ કરી ધીમી ગેસ પર રહેવ દો.

– હવે એક બાઉલમાં ચણાનો લોટ લો. ત્યાર બાદ તેમાં મીઠુ, મરચું પાઉડર, હળદળ, ધાણાજીરું અને ખાંડ નાખી બધા જ મસાલા મિક્સ કરી તેમાં પાણી ઉમેરી ચમચા વડે લોટની કણીઓ ના રહે ત્યાં સુધી મિક્સ કરો. આ મિશ્રણને તૈયાર સરગવાના શાકમાં નાખો અને શકને બરાબર હલાવી લો. થોડી વાર સુધી તેને મીડીયમ ગેસ પર રહેવા દો. પછી ગેસ બંધ કરી દો અને શાકમાં લીલા ધાણા નાખો. આમ તૈયાર છે સરગવાનું શાક, આ શાક જોઈને જ થઈ જશે તમને ખાવાનું મન…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments