Homeહેલ્થસરગવો છે ગુણોનો ખજાનો, આરોગ્યની સાથે સુંદરતામાં પણ કરે છે વધારો...

સરગવો છે ગુણોનો ખજાનો, આરોગ્યની સાથે સુંદરતામાં પણ કરે છે વધારો…

સરગવાના ઝાડને આરોગ્ય માટે એક વરદાન માનવામાં આવે છે. તેને અથવા ડ્રમસ્ટિક પણ કહેવામાં આવે છે. ભારતમાં સદીઓથી સરગવાનો ઉપયોગ દવાઓ બનાવવામાં કરવામાં આવે છે. સરગવાના પાનનો પાવડર રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. સરગવો સ્વાસ્થ્ય માટે તો ખુબ જ ફાયદાકારક છે પરંતુ તેનો ઉપયોગ સુંદરતા વધારવા માટે પણ થાય છે. તો ચાલો જાણીએ તેના ફાયદાઓ શું છે.

સરગવામાં તમામ જરૂરી પોષક તત્વો છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ સાઈકોથેરાપી રિસર્ચ પરથી જાણવા મળ્યું કે, સરગવામાં નારંગી કરતા સાત ગણો વધુ વિટામિન સી હોય છે અને ગાજર કરતા 10 ગણો વધુ વિટામિન એ હોય છે. આટલું જ નહીં, તેમાં દૂધ કરતાં 17 ગણુ વધુ કેલ્શિયમ હોય છે અને લીલા શકભાજી કરતા 25 ગણો વધારે આયર્ન હોય છે.

બ્લડ સુગરને કંટ્રોલ કરે છે :- સરગવામાં ફાયટોકેમિકલ્સ જોવા મળે છે જે બ્લડ સુગરને ઓછું અને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. સરગવામાં એન્ટી ઇંફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે પેટ માટે ખૂબ જ સારો છે.

એનિમિયા દૂર કરે છે :- સરગવામાં આયર્નની ભરપુર માત્ર હોય છે, જેના કારણે આરોગ્ય નિષ્ણાતો એનિમિયા મટાડવા માટે સરગવા ઉપયોગની સલાહ આપે છે. સરગવામાં પ્રોટીન, એમિનો એસિડ, ફાઇબર, વિટામિન બી, સી અને ઇ ભરપૂર માત્રામાં હોય છે.

બ્યુટી પ્રોડક્ટ તરીકે :- સરગવો અથવા તેના પાનનો પાવડર ચહેરા પર જાદુની જેમ કામ કરે છે. સરગવો ખીલને દૂર કરે છે, ત્વચાને નરમ બનાવે છે અને ચહેરાને સુંદર બનાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments