Homeહેલ્થસરસવના તેલથી થશે કાળા વાળ અને ચમકતી ત્વચા, આ રીતે કરો તેનો...

સરસવના તેલથી થશે કાળા વાળ અને ચમકતી ત્વચા, આ રીતે કરો તેનો ઉપયોગ.

સરસવના તેલનો ઉપયોગ ઘણા ઘરમાં રસોઈ બનાવવા માટે થાય છે. સરસવનું તેલ માત્ર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી, પણ સુંદરતા વધારવા માટે પણ અસરકારક છે. સરસવનું તેલ વાળ અને ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે.

જો તમારા વાળ ખરતા હોય અથવા તમારી ત્વચા શુષ્ક છે, તો પછી તમે સરસવના તેલનો ઉપયોગ કરો. કારણ કે તે બજારમાં મળતા રાસાયણિક ઉત્પાદનોની જેમ તવ્ચા અને વાળને નુકસાન કરતું નથી. તો ચાલો જાણીએ ત્વચા અને વાળ પર સરસવના તેલનો ઉપયોગ કરવાથી શું ફાયદા થાય છે.

જો તમારી ત્વચા શુષ્ક છે અને તમે આખો દિવસ મોંઘા મૉઇશ્ચરાઈજરનો ઉપયોગ કરો છો. તો તમારે સ્નાન કરતા પહેલા ચહેરા અને શરીર પર સરસવના તેલથી માલિશ કરવું જોઈએ. એક મહિના સુધી સતત આમ કરવાથી ત્વચાની શુષ્કતા દૂર થઈ જશે. જ્યારે શુષ્કતા દૂર થઈ જાય ત્યારે અઠવાડિયામાં ફક્ત એક કે બે વાર ચહેરા પર સરસવના તેલનું માલિશ કરવું. સરસવનું તેલ ત્વચાને ભેજ પૂરો પાડે છે. જેના કારણે, સ્નાન કર્યા પછી પણ ત્વચામાં ભેજ જોવા મળે છે.

 

તમે બજારમાં મળતા મોંઘા સનસ્ક્રીનને બદલે સરસવના તેલનો ઉપયોગ પણ કરી શકો છો. તે સૂર્યના કિરણોને ત્વચાથી દૂર રાખવામાં ઉપયોગી છે. તે ત્વચાને ચમકતી પણ રાખે છે. તેથી, ઘરની બહાર જતાં પહેલાં ચહેરા પર સરસવના તેલના થોડા ટીપા લગાવવાથી ચેહેરો ચમકીલો લાગે છે.

જો ચહેરાની ત્વચા કાળી થઈ ગઈ હોય, તો અડધો ચમચી લીંબુનો રસ અને અડધો ચમચી સરસવના તેલને મિક્ષ કરીને પેસ્ટ બનાવો. ત્યારબાદ તેને ચહેરા પર લગાવો અને ઓછામાં ઓછી 15 મિનિટ સુધી રહેવા દો. પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. દરરોજ આ કરવાથી ચહેરા પર ચમક આવે છે અને ત્વચાની કાળાશ દૂર થઈ જાય છે.

જો તમે વાળ ખરવા, તૂટવા અને સફેદ થવાથી પરેશાન છો, તો આજથી જ સરસવના તેલનો ઉપયોગ કરો. પહેલા સરસવના તેલને થોડું ગરમ કરો. ત્યારબાદ તેને વાળના મૂળમાં લગાવો. એક કલાક પછી શેમ્પૂથી વાળને ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આમ કરવાથી ખોડો અને સફેદ વાળની સમસ્યા ઓછી થશે અને વાળ ખરતા પણ બંધ થઈ જશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments