ઝારખંડમાં આવેલા જમશેદપુરમાં આપણને પર્વતો, તળાવો, જંગલો, અભયારણ્ય વગેરે બધું જ જોવા મળે છે. ઝારખંડમાં આવેલા જમશેદપુરને આખા દેશમાં સ્ટીલ સિટીના નામથી પણ ઓળખવામાં છે. તે ઝારખંડના દક્ષિણ ભાગમાં આવેલું છે. જમશેદપુર એ ભારતનું સૌથી પ્રગતિશીલ ઓદ્યોગિક શહેરોમાંથી એક છે. ટાટા કંપનીઓના ઉત્પાદન એકમો અહીં કામ કરે છે. રસ્તા અને રેલ્વે દ્વારા જમશેદપુર આખા દેશ સાથે જોડાયેલું શહેર છે.
જમશેદપુરનું જ્યુબિલી પાર્ક ખૂબ જ સુંદર છે. જ્યુબિલી પાર્ક દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન જેવું જ સુંદર છે. અહીંનું મુખ્ય આકર્ષણ પાર્કમાં આવેલા મ્યુઝિકલ ફુવારા છે. આ પાર્કમાં બીજા પણ ઘણા ફુવારાઓ છે. અહીં સ્કેટિંગ અને બોટિંગ પણ કરાવવામાં આવે છે.
જમશેદપુરમાં આવેલ ‘ડિમના તળાવ’ ખૂબ જ સુંદર તળાવ છે. જમશેદપુરથી આ તળાવ આશરે 13 કિલોમીટર દુર આવેલું છે. તે એક કૃત્રિમ તળાવ છે અને આ તળાવ જમશેદપુરની લોકપ્રિય ટેકરી ડાલમાંની તળેટીમાં આવેલું છે.
જેઆરડી ટાટા સ્પોર્ટ કોમ્પ્લેક્સ એક મોટું સ્ટેડિયમ છે. અહી મોટા ભાગે ફૂટબોલ અને મેચ રમવામાં આવે છે. તેનો ઉપયોગ એથલેટિક રમતો અને સ્પર્ધા માટે પણ કરવામાં આવે છે.
અહી આવેલ ભુવનેશ્વરી મંદિર પ્રત્યે લોકોને ખૂબ જ શ્રધ્ધા છે. અહીં રોજ સવારે અને સાંજે મા ભગવતીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. મંદિરની સ્થાપના દક્ષિણ ભારતીય પદ્ધતિ પર આધારિત છે.
જયંતી તળાવ 40 એકરમાં ફેલાયેલું છે. થોડા સમય પહેલા તે જ્યુબિલી તળાવના નામથી પણ જાણીતું હતું. આ તળાવને બોટિંગ કરવા માટે બનાવવામાં આવ્યું છે. આ તળાવની મધ્યમાં એક ટાપુ છે, જે આ તળાવની સુંદરતા વધારે છે.