Homeસ્ટોરીઆ એક માણસે ૧૯૬૫ માં ભારતના યુદ્ધનું પરીણામ બદલી નાંખ્યું, ઈન્દીરા ગાંધીએ...

આ એક માણસે ૧૯૬૫ માં ભારતના યુદ્ધનું પરીણામ બદલી નાંખ્યું, ઈન્દીરા ગાંધીએ પૂછ્યું શું જોઈએ છે ત્યારે આ વ્યક્તિએ જે માંગ્યું એ જાણીને ચોંકી જશો

ભારત 1962 માં ચીન સાથેના યુદ્ધમાંથી ઉભરી રહ્યું હતું કે પાકિસ્તાને ફરી ભારત પર હુમલો કર્યો. એપ્રિલ-સપ્ટેમ્બર 1965 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું. આ યુદ્ધમાં ભારતીય સેનાએ દુશ્મન સેનાના છકા છોડાવી દીધા હતા. પાકિસ્તાને ઓપરેશન જિબ્રાલ્ટર શરૂ કર્યું. ઓપરેશન જિબ્રાલ્ટર અંતર્ગત, પાકિસ્તાનના સશસ્ત્ર ગુરીલા બેન્ડને ભારતની સંચાર વ્યવસ્થાનો નાશ કરવો હતો અને આ કામ માટે પાકિસ્તાનની સેનાને ઉત્તર કાશ્મીરમાં પ્રવેશ કરવાનો હતો.

પાકિસ્તાન આર્મીના આ ‘સૈનિકો’ પોતાની પીઠ પર રાશન, હથિયારો, ગોળીઓ વગેરે લઈને ઘણા દિવસો સુધી ચાલ્યા બાદ સરહદ પર પહોંચ્યા. આ લોકોએ કુપવાડા પાસે ચોકીબલ ખાતે કેમ્પ લગાવ્યો હતો. બીબીસીના અહેવાલ મુજબ, આવી ઠંડીની સ્થિતિમાં એ જગ્યાએ જીવવું સહેલું નહોતુ, છતાં આ લોકો ઓચિંતો હુમલો કરવાની રાહ જોતા હતા.

રાહુલ પંડિતાના પુસ્તક, ધ લવરબોય ઓફ બહાવલપુર (પુલવામા હુમલા પર આધારિત પુસ્તક) અનુસાર, એક બકરા ચરાવનાર વ્યક્તિએ આ ઘૂસણખોરો વિશે ભારતીય સેનાને જાણ કરી હતી. ઉત્તર કાશ્મીરમાં આ માણસે બકરા ચરાવતી વખતે કેટલાક સશસ્ત્ર સૈનિકોને જોયા. તે વ્યક્તિનું નામ મોહમ્મદ દિન જાગીર હતું. જાગીર તાંગમાર્ગ ગામનો રહેવાસી હતો. હથિયારધારી સૈનિકોએ શહેરમાં પહોંચવા માટે જાગીરની મદદ માંગી હતી. જાગીરને તેઓ એ ઓળખાય ન જાય એ માટે કાશ્મીરી લોકો પહેરે એવા કપડાં લાવવાનું પણ કહ્યું હતું. આ સૈનિકોને મદદ કરવાને બહાને જાગીરે પોલીસને જાણ કરી હતી.

કેન્દ્ર સરકારે મોહમ્મદ દીન જાગીરને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતો. એવું કહેવાય છે કે ઇન્દિરા ગાંધીએ જાગીરને પૂછ્યું હતું કે તે જાગીર માટે શું કરી શકે છે. ત્યારે જાગીરે ઈન્દિરા ગાંધી પાસે બે વસ્તુઓ માંગી હતી – ફિલિપ્સનો રેડિયો અને જાગીરની બીજી ઈચ્છા હતી કે તે જે છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો તેના પિતાને મનાવી લેવામાં આવે. જે દિવસે જાગીરને પદ્મશ્રી મળ્યો, ત્યારે જ તેને રેડિયો પણ ભેટમાં આપવામાં આવ્યો. તે પછી એક વહીવટી અધિકારીને છોકરીના પિતા સાથે વાત કરવા માટે મોકલવામાં આવ્યો હતો. જાગીર અને તે છોકરીના પણ લગ્ન થયા હતા.

જાગીરના આ કામથી બધા કાશ્મીરીઓ ખુશ નહોતા પરંતુ કોઈએ જાગીરને નુકસાન પહોંચાડ્યું ન હતું. 1990 ના દાયકામાં જ્યારે કાશ્મીરમાં પરિસ્થિતિ વધુ બગડી ત્યારે જાગીરને 25 વર્ષ પહેલા ભારતીય સેનાને બાતમી આપવા બદલ સજા આપવામાં આવી હતી. આતંકીઓએ મોહમ્મદ જાગીરની હત્યા કરી દીધી હતી.

એવું કહેવાય છે કે ઓપરેશન જિબ્રાલ્ટરમાં 7000 થી 20,000 સૈનિકો સામેલ થવાના હતા. એ પણ નોંધવું પડે કે પાકિસ્તાને ક્યારેય આવા મિશનને હાથ ધરવાનું સ્વીકાર્યું નથી. ઓપરેશન જિબ્રાલ્ટર શરૂ કરવા પાછળ પાકિસ્તાનનો ઈરાદો એ હતો કે ગોરીલા યુધ્ધને જોઈને કાશ્મીરના લોકો પ્રેરિત થશે અને બળવો કરશે. કાશ્મીરીઓ વિરોધ કરવા તૈયાર ન હતા, બલ્કે તેઓ આ બહારના લોકોથી પરેશાન થઈ રહ્યા હતા. ભારતીય સેનાએ ઓપરેશન જિબ્રાલ્ટરને તેના અંત સુધી પહોંચવા દીધું ન હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments