Homeફિલ્મી વાતો90 ના દાયકામાં આવી વિચિત્ર ફેશન કરતા હતા બોલીવુડ સ્ટાર્સ, આ 10...

90 ના દાયકામાં આવી વિચિત્ર ફેશન કરતા હતા બોલીવુડ સ્ટાર્સ, આ 10 તસવીરો જોઈને હંસી પડશો…

બોલીવુડ સ્ટાર્સ ઘણીવાર તેમના અનોખા અને સ્ટાઇલિશ ફેશન સેન્સ માટે જાણીતા હોય છે. કેટલાય લોકો તેમની ફેશનની કોપી પણ કરતા હોય છે. પરંતુ ઘણી વખત ફિલ્મ સ્ટાર્સ ફેશનના નામે પણ ભૂલો કરે છે. તેઓ તેમના શરીર પર ફેશનના નામે કંઈપણ પહેરે છે. પછી તેમને હાસ્યપદ બનવામાં સમય નથી લાગતો. હવે 90 ના દાયકાના આ સ્ટાર્સને લઈ જુઓ. આ લોકો ફેશનના નામે આવી રીતે સજીધજીને સામે આવ્યા કે તેમને જોઈને આજે આપણા ચેહરા પર હાસ્ય આવી જશે.

આજે અમે તમને 90 ના દાયકાની આવી જ કેટલીક તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે પણ વિચારશો કે આ સ્ટાર્સે આંખો બંધ કરીને આ કપડાં પહેર્યા હશે ? તેમને આવા કપડાં પહેરીને પોતાની પર હંસી નહીં આવી હોય ? તો ચાલો સમય બગાડ્યા વગર તમે પણ તેમની આવી અજીબોગરીબ ફેશન જોઈ લો.

1. જો કે શક્તિ કપૂર હંમેશાં એક અલગ અને અજીબ અંદાજમાં જોવા મળે છે, પરંતુ આ ફોટામાં તેમનો અંદાજ ખૂબ જ અનોખો લાગે છે. તેમને જોઈને અમારું હસવાનું બંધ થવાનું નામ નથી લેતું.

2. એવરગ્રીન બ્યૂટી રેખા હંમેશા તેની સ્ટાઇલ અને સુંદરતા માટે જાણીતી છે, પરંતુ અહીં તેની હેરસ્ટાઇલ જોઈને હંસી આવી જાય છે, લાગે છે કે તેઓ કોઈ ખોટા વાળંદના ચક્કરમાં આવી ગયા હશે.

3. માધુરી દીક્ષિતને જોઈને ઘણા લોકોના હ્રદયના ધબકારા વધી જાય છે. પરંતુ તેમનો આ ફોટો જોતાં હૃદયમાં નહીં પણ પેટમાં ગલીપચી થવા લાગે છે. તેની મચ્છરદાની ટાઇપ ફેશન સેન્સ ખૂબ જ હાસ્યપદ છે.

4. મિથુન ચક્રવર્તી વિશે શું કહેવું. તે 90 ના યુગમાં તે એવા એવા અવતારમાં દેખાયો છે કે તેને આ અંદાજમાં જોવું આશ્ચર્યજનક નથી.

5. એવું લાગે છે કે ગોવિંદા અને જુહીની પાસે જમવાનું પેક કરવા માટે વપરાતી એલ્યુમિનિયમ ફોઈલ વધારે પડી હશે, તો જ આવી ફેશનમાં તેઓ આવ્યા હશે.

6. બાપ રે બાપ! અહીં રેખા તરફ નજર કરતાં તે સ્ત્રી ઓછી અને ખૂંખાર વિલન જેવી મર્દ વધારે લાગે છે.

7. જેકી શ્રોફ પણ 90 ના દાયકામાં સ્ટાઇલ મારવામાં પાછળ નહોતા. પણ અહીં તેની સ્ટાઇલ જોઇને મોઢા માંથી નીકળે છે કે ‘બિડુ તુસી મસ્ત હો’.

8. હવે આને કહેવાય હરતી ફરતી ઘરેણાંની દુકાન.

9. અહીં પૂજા ભટ્ટની પાસે પહેરવા માટેના કપડાં ખૂટી ગયા હતા, તેથી તેણીએ તેનું શરીર પર કલર કરાવ્યો, વગર કારણે કંઈપણ..

10. શું તમે જાહેરાતની આવી અનોખી રીત પહેલાં જોઇ છે?

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments