મોબાઈલમાં ગેમ રમવાનું છોડી, બાળકોએ આપ્યો ખેડુત બાપને સાથ, 3 મહિનામાં થયો 2.50 લાખનો નફો

195

છેલ્લા એક વર્ષ કરતા પણ વધારે સમયથી કોરોના મહામારી અને લોકડાઉનને કારણે દેશભરની લગભગ તમામ શાળાઓ અને કોલેજો બંધ છે. બાળકોનું શિક્ષણ સંપૂર્ણપણે મોબાઈલ, લેપટોપ અને ઈન્ટરનેટ આધારિત બની ગયું છે. અગાઉ બાળકોને અભ્યાસ બાદ ક્યારેક-ક્યારેક મોબાઈલ વાપરવાની છૂટ હતી. પરંતુ, હવે કોરોનાના સમયગાળા દરમિયાન ઓનલાઈન અભ્યાસને કારણે તેનો આખો દિવસ મોબાઈલમાં જ પસાર થાય છે, જે તેના સ્વાસ્થ્ય માટે સારું નથી. પરંતુ, આજે અમે તમને એક એવા પરિવારની વાત જણાવી રહ્યા છીએ, જ્યાં બાળકો તેમના ઓનલાઈન ક્લાસ પછી મોબાઈલ પર ગેમ રમવાને બદલે ખેતરોમાં પહોંચી જાય છે. ખેતરોમાંથી તાજા શાકભાજીની લણણી કરી અને તેને ગ્રાહકોને વેચી રહ્યા છે. હા, હરિયાણાના ઝજ્જરના માતનેલ ગામમાં રહેતા 44 વર્ષીય કુલદીપ સુહાગને તેમના ઘરના તમામ બાળકો અભ્યાસની સાથે ખેતીમાં પણ મદદ કરી રહ્યા છે.

કુલદીપે ગુજરાત પેજને વાત કરતા કહ્યું, “બે વર્ષ પહેલા મેં બે એકર જમીનમાં ઓર્ગેનિક ખેતી શરૂ કરી હતી. પહેલા વર્ષમાં મેં ખેતીમાં ઘણું નુકસાન સહન કર્યું. કારણ કે, ત્યારે મને ઓર્ગેનિક ખેતીની સમજ ઓછી હતી. તેમજ ઓર્ગેનિક ખેતીમાં મહેનત વધુ પડતી હોવાથી અમારે મજૂરો કરીને ખેતરનું કામ કરાવું પડતું હતું. તેનાથી અમારો ખર્ચ ખુબજ વધી ગયો. પ્રથમ વર્ષમાં ખોટ ગયા પછી, મેં ફરીથી સજીવ ખેતી કરવાની હિંમત કરી. આખરે મને સફળતા મળી, જેનો સંપૂર્ણ શ્રેય હું મારા પરિવારને આપું છું.

પોતાની સફર વિશે વાત કરતાં તેણે કહ્યું, “હું એક ખેડૂત પરિવારમાંથી આવું છું. મેં ધોરણ 10 સુધી ભણ્યા પછી 1995માં ખેતી કરવાનું શરૂ કર્યું. અગાઉ હું રાસાયણિક ખેતી જ કરતો હતો, જેનો મને બહુ ફાયદો થતો નહોતો. તેથી મેં 2003માં ખેતી છોડી દીધી અને ગામમાં જ મારી પોતાની કરિયાણા અને મોબાઈલની દુકાન શરૂ કરી. બે વર્ષ પહેલા કેટલાક કારણોસર મેં દુકાન પણ બંધ કરી દીધી અને ફરીથી ખેતી કરવાનું નક્કી કર્યું. પરંતુ, આ વખતે મેં ઓર્ગેનિક ખેતી કરવાનું નક્કી કર્યું.”

કુલદીપે જણાવ્યું કે તેમને સસરૌલી ગામના રહેવાસી ડૉ. સત્યવાન ગ્રેવાલ પાસેથી જૈવિક ખેતી કરવાની પ્રેરણા મળી. કુલદીપે બે એકર જમીનમાં મોસમી શાકભાજીની જૈવિક ખેતી શરૂ કરી. પરંતુ, શરૂઆતમાં તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તે કહે છે કે તેણે ડો.ગ્રેવાલ પાસેથી ઘણું શીખ્યું છે. પરંતુ, જ્યારે કુલદીપે પોતે જમીન પર કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેને એવી માહિતી મળી કે તે પહેલા જાણતો ન હતો. એકવાર નુકસાન સહન કર્યા પછી, કુલદીપ થોડો મૂંઝવણમાં હતો કે શું તેણે ફરીથી સજીવ ખેતી કરવી જોઈએ ?

તેણે કહ્યું, “મેં આ વિશે પરિવારના સભ્યોની સલાહ લીધી. બધાએ કહ્યું કે હવે ઓર્ગેનિક ખેતી કરી જોઈએ, જેથી ખેતરમાં જમીનની સ્થિતિ ધીમે ધીમે સુધરે અને સાથે બાળકોને ઘરે ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવેલ ખોરાક મેળી શકે. આ રીતે, મારા પરિવારના સભ્યોના પ્રોત્સાહનથી, મેં ફરી એકવાર ખેતી કરવાનું જોખમ ઉઠાવ્યું.”

કુલદીપ તેના ખેતરોમાં ટામેટા, બે જાતના મરચાં, કેપ્સિકમ, કાકડી, ડુંગળી, લસણ અને તરબૂચની ખેતી કરે છે. તેણે કહ્યું કે તે મુખ્યત્વે તરબૂચ, ડુંગળી અને ટામેટાં અને અન્ય શાકભાજી ઉગાડે છે જે લોકો ઓછી માત્રામાં વાવે છે. તેઓએ જાન્યુઆરી 2021 થી તેમના ખેતરોમાં વિવિધ પાકો વાવવાનું શરૂ કર્યું અને એપ્રિલ મહિનાથી, લગભગ તમામ પાકની કાપણી પણ શરૂ થઈ ગઈ. અત્યાર સુધીમાં, આ ચાર-પાંચ મહિનાની લણણીમાંથી, તેણે લગભગ 2.5 લાખ રૂપિયાનો નફો મેળવ્યો છે.

કુલદીપ કહે છે કે તેને આ સફળતા તેના બાળકોના કારણે મળી છે. ગયા વર્ષથી કુલદીપ અને તેના ભાઈના બાળકો તેને ખેતીમાં મદદ કરી રહ્યા છે. તેમનો પુત્ર જતીન સુહાગ ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. તેના ભાઈના બાળકો પાયલ સુહાગ અને અર્જુન સુહાગ હાલમાં શાળામાં અભ્યાસ કરે છે.

15 વર્ષની પાયલ દસમા ધોરણની વિદ્યાર્થીની છે અને તેના અભ્યાસની સાથે તે તેના કાકાને પણ મદદ કરે છે. તે કહે છે, “હું મોતીલાલ સ્કૂલ ઑફ સ્પોર્ટ્સ, સોનીપતમાં અભ્યાસ કરું છું. લોકડાઉન પહેલા હું હોસ્ટેલમાં રહેતી હતી. પરંતુ, છેલ્લા એક વર્ષથી ઘરે બેઠા ઓનલાઈન અભ્યાસ થઈ રહ્યો છે. પરિવારે અમારા બધા બાળકો માટે એક નિત્યક્રમ બનાવ્યો છે કે દરરોજ સવારે આપણે ખેતરોમાં ફરવા અને કામ કરવા જઈએ. આ રીતે અમે પણ કાકાને ખેતીમાં મદદ કરવાનું શરૂ કર્યું.

પાયલ કહે છે કે શરૂઆતમાં તેને ખેતરોમાં કામ કરવામાં તકલીફ પડતી હતી, પરંતુ ધીમે-ધીમે તેને મજા આવવા લાગી. બધા બાળકોએ કુલદીપ સાથે મળીને ખેતર તૈયાર કર્યું અને શાકભાજી વાવ્યા. પાયલ કહે છે કે બે એકરમાંથી માત્ર એક એકરમાં ટપક સિંચાઈની વ્યવસ્થા છે. બાકીના એક એકરમાં બધા બાળકો જાતે જ છોડને પાણી આપે છે. ખાતર બનાવવાથી માંડીને જંતુ ભગાડવા સુધીની તમામ પ્રવૃત્તિઓમાં બાળકો સક્રિયપણે ભાગ લે છે. કુલદીપ કહે છે કે આ વખતે તેને બહારથી કોઈ મજૂર રાખવાની જરૂર પડી નથી અને તેમ છતાં તમામ કામ સમયસર થઈ ગયા.

કુલદીપનો પુત્ર 18 વર્ષનો જતીન સુહાગ કહે છે કે છેલ્લા એક વર્ષમાં તે ખેતી વિશે ઘણું શીખ્યો છે. જતીન કહે છે, “હવે મને સમજાયું કે ખેતરમાં કેવા પ્રકારના શાકભાજી વાવી શકાય. વળી, કયું શાકભાજી કયા ભાવે અને કેટલા ભાવે વેચી શકાય તે અંગે મારી બજારની સમજણ વધી છે. જતીન, પાયલ અને અર્જુનની સાથે તેમના એક-બે પિતરાઈ ભાઈઓ પણ સવારે પાંચ વાગ્યે ખેતરમાં પહોંચી જાય છે. અહીં પહોંચ્યા પછી, બાળકો સૌથી પહેલું કામ પાકેલા શાકભાજીને તોડવાનું કરે છે.

જતીન વધુમાં કહે છે કે અમે શરત લગાવીએ છીએ કે કોણ વધુ શાકભાજી તોડશે. બધી પાકેલી શાકભાજી તોડી લીધા પછી અમુક શાકભાજી ખેતરમાં જ ઝૂંપડીમાં રાખવામાં આવે છે, જ્યાંથી ગ્રામજનો આવીને શાકભાજી ખરીદે છે. ત્યાં ઘણા લોકો એવા પણ છે જે ખેતરોમાં પણ આવી શકતા નથી. પાયલ કહે છે કે તે ગ્રાહકો માટે તે અને અર્જુન તેમના ઘરની બહાર સ્ટોલ લગાવે છે અને વ્યાજબી ભાવે શાકભાજી વેચે છે. એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર બનવાની ઈચ્છા ધરાવતી પાયલ કહે છે કે અગાઉ તે શાકભાજી વેચવામાં અચકાતી હતી. પરંતુ, હવે તે શાકભાજી લેવા આવતા તમામ બહેનો અને ભાઈઓ સારી રીતે ભાવતાલ કરે છે અને લોકોને ઓર્ગેનિક ફૂડના ફાયદા પણ સમજાવે છે.

સવાર-સાંજ ખેતરોમાં સમય આપવા ઉપરાંત તમામ બાળકો દિવસ દરમિયાન પણ અભ્યાસ કરે છે. કુલદીપ કહે છે કે આ રીતે બાળકો મને ખુબજ મદદ કરી રહ્યા છે. હવે મને બાળકો આખો દિવસ ફોન કે ગેમ્સમાં સમય બગાડતા હોવાની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે, હવે તેમના બાળકોને મોબાઈલ ગેમ કરતાં ખેતરના કામમાં વધુ રસ છે, કયા દિવસે ખેતરમાંથી કેટલા શાકભાજી મળ્યા અને કેટલા શાકભાજી વેચાયા, શુ ભાવે વેચાયા ?

કુલદીપે તેની એક એકર જમીનમાં જામફળનું વાવેતર પણ કર્યું છે અને તે આગળ કેળાનું વાવેતર કરવા માંગે છે. તે કહે છે, “મને પરિવારનો પૂરો સહયોગ મળી રહ્યો છે. તેથી, મને ખાતરી છે કે ભવિષ્યમાં પણ સફળતા મળશે. હવે હું માત્ર અને માત્ર ઓર્ગેનિક ખેતી કરીશ.

Previous articleમુંબઈમાં બોલ-બેરિંગની દુકાન ચલાવતા ગુજરાતી વેપારીની પુત્રીએ આધેડ ઉંમરે રચ્યો ઈતિહાસ, જાણો Nykaa કહાની
Next articleબોલિવૂડ સ્ટાર્સના બોડીગાર્ડ કરે છે કરોડોની કમાણી, પગાર સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો.