શાકભાજી વેંચનારી આ મહિલા કોઈ સામાન્ય મહિલા નથી પણ ઇન્ફોસિસ કંપનીના સ્થાપક નારાયણમૂર્તિના ધર્મપત્ની અને ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરમેન સુધામૂર્તિ છે.
અબજો રૂપિયાની સંપત્તિના માલિક સુધામૂર્તિ સાદગીપૂર્ણ જીવન જીવે છે એ તો સૌ કોઈ જાણે છે પણ સામાન્ય માણસની જેમ કેટલાક સામાન્ય ગણાતા કામ કરીને પોતાના અહંકારને ઓગળવાનું કામ પણ કરે છે. દક્ષિણ ભારતના એક મંદિર બહાર બેસીને વર્ષના અમુક દિવસો સુધામૂર્તિ શાકભાજી વેંચીને તેમાંથી થતી આવકથી મંદિરમાં સેવા કરે છે.
એ ઈચ્છે તો સીધા જ કરોડો રૂપિયાનું દાન કરી શકે પણ તેઓ કહે છે કે, ‘સંપત્તિ દ્વારા સેવા થાય એ તો સારું જ છે પણ શરીર દ્વારા સેવા થાય એની મજા જુદી છે. લોકો જેને સામાન્ય કામ સમજે છે એવું કામ કરવાથી આપણો અહંકાર પણ ધોવાય છે અને એ વાત પણ સમજાય છે કે જીવનમાં કોઈ કામને ક્યારેય સામાન્ય ન સમજવું.’
સુધામૂર્તિ બીજા મંદિરોમાં પણ સેવા કરવા જાય છે અને ગુરુદ્વારામાં પગરખાં સાફ કરવાની પણ સેવા કરે છે.
થોડી સંપત્તિ આવતાની સાથે જ જેના તેવર બદલાવ માંડે છે એવા સજ્જનોએ સુધામૂર્તિના જીવનમાંથી શીખ લેવા જેવી ખરી. જો કે આ સદગુણ સૌ કોઈએ જીવનમાં આત્મસાત કરવા જેવો છે.