Homeખબરહવે આટલી મોટી અને સુંદર થઈ ગઈ છે, બજરંગી ભાઈજાન ની મુન્ની...

હવે આટલી મોટી અને સુંદર થઈ ગઈ છે, બજરંગી ભાઈજાન ની મુન્ની , જુઓ તસવીરો…

પ્રખ્યાત ફિલ્મ અભિનેતા સલમાન ખાન છેલ્લા 31 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે. તેમની ત્રણ દાયકાથી વધુની લાંબી ફિલ્મ કારકીર્દિમાં સલમાન ખાને ઘણા પ્રકારના પાત્રો ભજવ્યા છે. ચાહકો આતુરતાથી સલમાનની ફિલ્મોની રાહ જુએ છે. સલમાન ખાને પણ તેની કારકિર્દીમાં એક કરતા વધારે હિટ ફિલ્મો આપી છે. આવી જ એક સુપરહિટ ફિલ્મ છે ‘બજરંગી ભાઈજાન’.

વર્ષ 2015 ની ફિલ્મ જબરંગી ભાઈજાન એક બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મમાં સલમાન ખાનનું પાત્ર ચાહકોને ખૂબ સારું લાગ્યું હતું. આ ફિલ્મનું દિગ્દર્શન કબીર ખાને કર્યું હતું. સલમાન સાથે અભિનેત્રી કરીના કપૂર અને અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી મુખ્ય ભૂમિકામાં હતા, જ્યારે બજરંગી ભાઈજાનની હર્ષાલી મલ્હોત્રા એટલે કે ‘મુન્ની’એ પણ બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

બજરંગી ભાઈજાનમાં ‘મુન્ની’ ની ભૂમિકા ભજવનારી હર્ષાલી મલ્હોત્રા હવે ઘણી મોટી થઈ ગઈ છે. નાની હર્ષાલી પણ ખૂબ સુંદર દેખાય છે. 3 જૂન, 2008 ના રોજ મુંબઇમાં જન્મેલી હર્ષાલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા શેર કરતી રહે છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 5 લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે.

હર્ષાલીને બજરંગી ભાઈજાનથી ખૂબ લોકપ્રિયતા મળી હતી. પોતાની નિર્દોષતા અને અભિનયથી હર્ષાલી પ્રેક્ષકોનું દિલ જીતવામાં સફળ રહી. 5-6 વર્ષ પછી હર્ષાલીના લુકમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. યુવાની સાથે હર્ષાલી હવે વધુ સુંદર દેખાઈ રહી છે.

જો તમે બજરંગી ભાઈજાનની મુન્ની એટલે કે હર્ષાલી પર નજર નાખો તો તમને બંને વચ્ચે ઘણો ફરક જોવા મળશે.

હર્ષાલી જ્યારે પણ કોઈ જગ્યાએ પહોંચે તે દિવસે સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કરતી રહે છે. ચાહકોને તેના ફોટા ખૂબ જ ગમે છે. આ સાથે, તેમની પોસ્ટ પર સારી ટિપ્પણીઓ પણ આવે છે.

હર્ષાલી સુંદર તસવીરો શેર કરવાની સાથે સાથે તેમના પર સુંદર કેપ્શન પણ લખતી હોય છે.

હર્ષાલીની તસવીરો જોઈને તમે સમજી શકશો કે તે ખૂબ જ સુંદર અને ખૂબ જ સ્ટાઇલિશ પણ છે. તે પોતાના ગ્લેમરસ લુકથી સોશિયલ મીડિયા પર ખૂબ મોટી હેડલાઇન્સ બનાવી છે.

તમને જણાવી દઈએ કે, બજરંગી ભાઈજાનને 17 જુલાઈ 2015 ના રોજ રીલીઝ કરવામાં આવી હતી. વર્ષ 2020 માં ફિલ્મના 5 વર્ષ પૂરા થવા પર હર્ષાલીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ખુશી વ્યક્ત કરતાં લખ્યું કે, 5 વર્ષ પછી પણ તે જાપાનના કેટલાક સિનેમાઘરોમાં ચાલી રહી છે. તમે બજરંગી ભાઈજાનને જે અભૂતપૂર્વ પ્રેમ આપ્યો છે, તેના કારણે તે હંમેશા મારા માટે ખાસ રહેશે. સતત પ્રશંસા બદલ આભાર.” આ સાથે હર્ષાલીએ એક સરસ વીડિયો પણ શેર કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments