અભિનેતા સુનીલ શેટ્ટીની પત્ની છે એક મહાન બિઝનેસવુમન, તેની કમાણી જાણીને તમને પણ નહીં આવે વિશ્વાસ…

ફિલ્મી વાતો

બોલિવૂડના ઘણા સ્ટાર્સ ફિલ્મો સિવાય તેમની ધન-સંપત્તિ અને વ્યક્તિત્વ માટે ખુબ જ જાણીતા છે. કેટલાક કલાકારોની પત્નીઓ તેમના પતિ કરતાં પણ વધારે આવડત ધરાવે છે. જ્યારે પણ બોલિવૂડના અભિનેતાઓની શ્રીમંત પત્નીઓ વિશે વાત કરવામાં આવે ત્યારે, દિગ્ગજ અભિનેતા સુનિલ શેટ્ટીની પત્ની “માના શેટ્ટી”ના નામની ચોક્કસ ચર્ચા થાય છે.

શું તમે જાણો છો કે, સુનિલ શેટ્ટીની જેમ તેની પત્ની પણ એક બિઝનેસમેન છે. સુનીલ શેટ્ટીની પત્નીએ વ્યવસાય ઘણા ક્ષેત્રોમાં રોકાણ કર્યું છે. આજે અમે તમને માના શેટ્ટીને લગતી વિશેષ વાતો જણાવીશું.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માના શેટ્ટીની એક અલગ ઓળખ અને ખ્યાતિ છે. તે કોઈ સુપરવુમનથી ઓછી નથી. માના શેટ્ટી ભલે ફિલ્મ ક્ષેત્રમાં પ્રખ્યાત નથી, પરંતુ તે એક મહાન ઉદ્યોગપતિ છે. તે એક સાથે જેટલા વ્યવસાય સંભાળી રહી છે તેના વિશે જાણીને દરેકને આશ્ચર્ય થશે. માના શેટ્ટી એક સફળ બિઝનેસવુમન છે. આ સાથે તે એક સફળ સામાજિક કાર્યકર અને સ્થાવર મિલકતની રાણી પણ છે.

માના શેટ્ટીએ તેના પતિ સુનીલ શેટ્ટી સાથે મળીને S2 નામનો એક રીઅલ એસ્ટેટ પ્રોજેક્ટ શરૂ કર્યો. આ પ્રોજેક્ટ અંતર્ગત તેણે મુંબઈમાં ઘણા લક્ઝરી વિલા બનાવ્યા છે. 6500 ચોરસ ફૂટમાં ફેલાયેલા દરેક વિલામાં બધી જ સુવિધા ઉપલબ્ધ છે. આ સિવાય માના શેટ્ટી એક લાઇફસ્ટાઇલ સ્ટોર પણ ચલાવે છે જેમાં સજાવટથી માંડીને રોજિંદા જીવન સુધીની દરેક લક્ઝરી આઇટમ ઉપલબ્ધ છે.

માના શેટ્ટી સામાજિક કાર્ય સાથે પણ સંકળાયેલા છે. તે ‘સેવ ધ ચિલ્ડ્રન ઈન્ડિયા’ નામની એક એનજીઓમાં પણ કામ કરે છે. એનજીઓ ફંડ એકત્ર કરવા માટે માના શેટ્ટી સમયાંતરે ‘આરાઈશ’ના નામે પ્રદર્શન પણ કરે છે. અને જે પૈસા આવે છે તે છોકરીઓ અને મહિલાઓની જરૂરિયાત માટે વાપરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુનિલ શેટ્ટી વાર્ષિક 100 કરોડની કમાણી કરે છે અને આ કમાણીમાં તેમની પત્નીની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

સુનીલ શેટ્ટી પાસે એકથી એક વધારે ચઢિયાતા ફ્લેટ, કાર, બાઇક અને રેસ્ટોરન્ટ છે. આ સિવાય તે પોતાનું એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે, પરંતુ તેની કમાણી તેની પત્ની માના શેટ્ટી કરતા ઓછી છે. તમને જણાવી દઈએ કે, સુનીલ શેટ્ટીએ વર્ષ 1991 માં માના સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંનેએ ઘણાં સમયથી એકબીજાને ડેટ કરી હતી. માના અને સુનીલ શેટ્ટીની જોડી બોલીવુડના સૌથી મહશુર કપલ્સમાંની એક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *