Homeઅજબ-ગજબ20 કરોડમાં બન્યો છે ક્રિકેટર સુરેશ રૈનાનો આ ભવ્ય બંગલો, અંદર થી...

20 કરોડમાં બન્યો છે ક્રિકેટર સુરેશ રૈનાનો આ ભવ્ય બંગલો, અંદર થી લાગે છે 5 સ્ટાર હોટલ

જો આપણે ભારતીય ક્રિકેટ ટીમના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડીઓની વાત કરીએ તો સુરેશ રૈનાનું નામ પણ તેમાં મોખરે છે. સુરેશ રૈના જેટલી મેચ રમ્યો છે તેમાં મોટાભાગની મેચોમાં તેણે પોતાની પ્રતિભા સાબિત કરી છે. માત્ર બેટથી જ નહીં, બોલથી પણ તેણે વિરોધી ટીમને ઘણી મુશ્કેલીમાં મુકી છે. સુરેશ રૈના એક ઓલરાઉન્ડર ખેલાડી રહ્યો છે, જેની મેદાનમાં હાજરી ભારતીય ટીમનું મનોબળ ઉંચુ રાખે છે. ફિલ્ડિંગમાં પણ સુરેશ રૈનાનો કોઈ જવાબ નથી.

ભલે સુરેશ રૈના અત્યારે ભારતીય ક્રિકેટ ટીમમાં ના હોય, પરંતુ સુરેશ રૈનાની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. હાલમાં પણ સોશિયલ મીડિયા પર તેના ચાહકોની સંખ્યા જબરદસ્ત છે અને તેના ચાહકો તેની દરેક પ્રવૃત્તિ પર નજર રાખે છે.

તેમાં કોઈ શંકા નથી કે ક્રિકેટને આટલા વર્ષો આપ્યા પછી સુરેશ રૈના રમત જગતના વિશ્વમાં સૌથી ધનિક ખેલાડીઓમાંનો એક છે. સુરેશ રૈના પાસે આજે પુષ્કળ સંપત્તિ છે. આટલા વર્ષોની મહેનત પછી, તેઓ તેમના પરિવાર સાથે વૈભવી જીવન જીવે છે.

સુરેશ રૈના તેની રમત માટે તો પ્રખ્યાત છે જ, પરંતુ આ સિવાય તે તેની શાહી જીવનશૈલી માટે પણ જાણીતો છે. આ દિવસોમાં સુરેશ રૈના પોતાનો તમામ સમય તેના પરિવારને આપી રહ્યો છે. સુરેશ રૈનાનો ભવ્ય બંગલો હંમેશા હેડલાઇન્સમાં રહે છે. આજના લેખમાં, અમે તમને ક્રિકેટરના સુંદર બંગલાની ઝલક બતાવવા જઈ રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાના આ પ્રખ્યાત ખેલાડી પાસે એક નહીં પણ ત્રણ બંગલા છે. સુરેશ રૈનાનો દિલ્હીમાં એક બંગલો છે, બીજો લખનઉમાં અને ત્રીજો ગાઝિયાબાદમાં છે. આજે અમે તમને ક્રિકેટરના ગાઝિયાબાદના બંગલાની જલક બતાવી રહ્યા છીએ જે દિલ્લી થી એકદમ નજીક છે 

સુરેશ રૈનાનું આ ઘર ગાઝિયાબાદના પોશ વિસ્તારમાં આવેલું છે. તમામ સવલતોથી સજ્જ આ બંગલામાં સુરેશ રૈના તેના માતા-પિતા, પત્ની અને બાળકો સાથે રહે છે. સુરેશ રૈનાના આ ઘરની કિંમત જાણીને તમારું મોં ખુલ્લું રહી જશે.

સુરેશ રૈનાના આ ભવ્ય બંગલાની કિંમત 18 થી 20 કરોડ કહેવામાં આવે છે. સુરેશના ઘરનો લિવિંગ એરીયા ઘણો મોટો અને સુંદર છે, જ્યાં તે મોટાભાગનો સમય તેના પરિવાર સાથે વિતાવે છે. લિવિંગ એરીયા માં સુરેશ દ્વારા જીતાયેલી ઘણી ટ્રોફી મુકવામાં આવી છે.

સુરેશ પત્ની પ્રિયંકા સાથે પૂજા ઘરમાં બેઠેલો જોવા મળે છે. સુરેશે ક્રિકેટની પ્રેક્ટિસ માટે પોતાના ઘરે ક્રિકેટ ગ્રાઉન્ડ પણ બનાવ્યું છે. સુરેશ તેની પુત્રી ગ્રાસિયા સાથે ઘરના લિવિંગ રૂમમાં રમતા નજરે પડે છે. સુરેશના ઘરની દિવાલો પર પરિવારની તસવીરો જોવા મળે છે.

સુરેશ રૈનાના ઘરનું ઇંટીરિયર ખુબ જ આકર્ષક છે. સુરેશે વ્યવસાયે એક બેંકર પ્રિયંકા સાથે લગ્ન કર્યા છે. આ દંપતી બે બાળકોનો માતા-પિતા છે. તેમના પુત્રનું નામ રિયો રૈના છે. આ વર્ષે માર્ચ મહિનામાં પ્રિયંકા અને સુરેશ બીજી વખત માતા-પિતા બન્યા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments