Homeજયોતિષ શાસ્ત્રસૂર્ય દેવને જળ ચઢાવતી વખતે, લોટીમાં નાખો આ એક વસ્તુ, જલ્દી પુરી...

સૂર્ય દેવને જળ ચઢાવતી વખતે, લોટીમાં નાખો આ એક વસ્તુ, જલ્દી પુરી થઈ જશે તમારી દરેક ઇચ્છાઓ…

દરરોજ બધા જ લોકો ભગવાન સૂર્યદેવને જળ ચઢાવે છે, પરંતુ થોડા જ લોકો સાચી રીતે જળ ચઢાવે છે. એવું કહેવામાં આવે છે કે, જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય પ્રબળ હોય છે, તેના ઘરમાં કોઈ પણ વસ્તુની કમી રહેતી નથી. વેદમાં સૂર્યને વિશ્વનો આત્મા કહેવામાં આવ્યો છે. આ જ નહીં, પૃથ્વી પરનું જીવન સૂર્યથી શક્ય છે, તે સાર્વત્રિક રૂપે સ્વીકૃત સત્ય છે. વૈદિક કાળમાં આર્ય સૂર્યને જ સમગ્ર વિશ્વનો કર્તા માનવામાં છે.

સૂર્યનો અર્થ સર્વ પ્રેરક, સર્વ પ્રકાશક, સર્વ પ્રવર્તક અને સર્વ કલ્યાણકારી છે. ઋગ્વેદના દેવતાઓમાં સૂર્ય એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખિત તમામ દેવી-દેવતાઓમાં સૂર્યદેવને સૌથી મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે સૂર્યદેવ પૃથ્વી પરના એવા એકમાત્ર દેવતા છે કે, જેના સાક્ષાત દર્શન કરી શકાય છે.

જો કોઈની કુંડળીમાં સૂર્ય ગ્રહ મજબૂત હોય, તો તે વ્યક્તિના જીવનમાં કોઈ  મુશ્કેલીઓ આવતી નથી. સૂર્યને ગ્રહોનો શાસક કહેવામાં આવે છે, સૂર્યદેવની ઉપાસનાથી તમામ ગ્રહોના દોષોને શાંત કરી શકાય છે. 

એવું કહેવામાં આવે છે કે, જે વ્યક્તિ સૂર્યદેવને જળ ચઢાવીને પોતાના દિવસની શરૂઆત કરે છે તે ક્યારેય કોઈ પણ કાર્યમાં નિષ્ફળ થતો નથી, સૂર્યદેવને જળ ચઢાવવાનો મહિમા અને તેનાથી થતા ફાયદાઓ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે, સૂર્યદેવને જળ ચઢાવવાથી નોકરીમાં આવતી અડચણો દૂર થાય છે, યમરાજ પ્રસન્ન થાય છે, અને રોગોનું જોખમ દૂર થાય છે.

ઘણા બધા લોકો દરરોજ સૂર્યદેવને જળ ચઢાવે છે, પરંતુ તેમાંથી થોડા જ લોકો યોગ્ય રીતે જળ ચઢાવે છે. સૂર્ય દેવને જળ ચઢાવતી વખતે સૌ પ્રથમ દીવો પ્રગટાવવો અને તમારી ઇચ્છા સૂર્યદેવ પાસે વ્યક્ત કરો અને પછી યમુનાના પાણીના ત્રણ ટીપાં અને કમળ અથવા અન્ય ફૂલ પાણીની લોટીમાં નાખો અને પછી સૂર્યદેવને જળ ચઢાવો આમ કરવાથી તમારી મનોકામના ખૂબ જ જલ્દી પૂર્ણ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments