કોઈ ચેપી રોગને કારણે, આપણે એકલતામાં રહેવું પડે છે, કારણ કે ચેપી રોગ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં અને બીજા વ્યક્તિમાંથી આખા સમાજમાં ફેલાય છે. તેવી રીતે સનાતન ધર્મમાં એક બીજા વ્યક્તિ અથવા સમગ્ર સમાજમાં સંભવિત સંક્ર્મણ ન પણ ફેલાય તેના માટે જે પાલન કરવામાં આવે છે તેને ‘સુતક’ કહેવાય છે. જયારે સુતક હોય ત્યારે ભગવાની પૂજા અર્ચના અને શુભ કર્યો કરી શકાય નહીં. ચાલો આપણે જાણીએ કે આપણે ક્યારે અને કેટલો સમય અને ‘સુતક’ રાખવું જોઈએ.
જ્યારે આપણા પરિવારમાં અથવા કુટુંબમાં કોઈ બાળકનો જન્મ છે અથવા કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, તો તેના પરિવારના સભ્યોએ ‘સુતક’ રાખવું જરૂરી છે. બધા જ શાસ્ત્રો અનુસાર સુતકનું પાલન કરવું જરૂરી છે. પરંતુ ઘણી વાર ‘સુતક’ ના સમયગાળા વિશે લોકોના મનમાં એક પ્રશ્ન રહે છે કે, કેટલા દિવસ સુધી સુતક’ રાખવું જોઇએ?
જ્યારે કોઈ પરિવાર અથવા કુટુંબમાં કોઈ બાળક જન્મે છે, ત્યારે કુટુંબના સભ્યો સૂતક પાળવું જોઈએ. જ્યારે કોઈ પરિવાર અથવા કુટુંબમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, ત્યારે પણ કુટુંબના સભ્યોએ સૂતક રાખવું જોઈએ. શાસ્ત્રો મુજબ જન્મ અને મરણના ‘સુતક’ નું પાલન કરવું ફરજિયાત છે. શાસ્ત્રોમાં ‘સુતક’ ના સમયગાળા વિશે પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જયારે કોઈ વ્યક્તિનો જન્મ અને મરણ થાય ત્યારે બ્રાહ્મણ જાતિના લોકોને દસ દિવસ સુધી સૂતક લાગે છે, ક્ષત્રિયને બાર દિવસ સૂતક લાગે છે, વૈશ્યને પંદર દિવસ સુધી સૂતક લાગે છે અને શૂદ્ર જાતિના લોકોને એક મહિના સુધી સૂતક લાગે છે.
બ્રાહ્મણ,ક્ષત્રિય,વૈશ્ય અને શૂદ્ર આ ચારેય જાતિના લોકોએ અનુક્રમે દસ દિવસ, બાર દિવસ, પંદર દિવસ અને એક મહિના સુધી ‘સુતક’ રાખવું જોઈએ. જો કોઈ બ્રાહ્મણ વેદપાઠી હોય, ત્રિકલા સંધ્યા કરતો હોય અને દરરોજ અગ્નિહોત્ર કરતો હોય તો, તેને ત્રણ દિવસ સુધી સૂતક રાખવું જોઈએ.