કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. શ્વાસ લેવામાં પડતી તકલીફ ઘણીવાર અસ્થમાની બીમારી વાળા લોકોમાં જોવા મળે છે. તેનાથી ફેફસામાં બળતરાની સમસ્યા થાય છે, જેના કારણે શ્વાસ લેવામાં અને ખાંસી જેવી સમસ્યાઓ થાય છે. અસ્થમાના કારણે વ્યક્તિને સતત દવાઓ લેવી પડે છે, પરંતુ જીવનશૈલીમાં ફેરફાર કરીને આપણે તેનાથી રાહત મેળવી શકાય છે. કેટલાક લોકોને સવારે શ્વાસ લેવામાં વધુ તકલીફ પડતી હોય છે. તેનાથી છુટકારો મેળવવા માટે, આપણે કેટલીક ઘરની વસ્તુઓથી બનાવેલી ચા પી શકાય છે, જેનાથી શ્વાસ લઇ શકાય છે.
આદુ અને તુલસી બંનેમાં અસરકારક ઔષધીય ગુણ જોવા મળે છે. આ બંને વસ્તુઓને ઉકાળી તેની ચા બનાવીને પીવાથી શ્વાસ લેવાની તકલીફમાં રાહત મળે છે. આદુ અને તુલસી બંને અસ્થમા માટે ફાયદાકારક છે. આ બંને વસ્તુઓ શ્વાસ લેવાની સમસ્યાથી રાહત આપે છે. જો આપણે આ ચામાં ખાંડ ન નાખીયે તો તે વધારે ફાયદાકારક છે, કારણ કે ડાયાબિટીસમાં દર્દી માટે પણ આદુ અને તુલસી ખુબ જ ફાયદાકારક છે.
મુલ્લેન ચામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જેનાથી આ શરદી જેવી બીમારીઓમાં ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આ ચા શ્વસન સાથે જોડાયેલી સમસ્યાઓમાં પણ ખૂબ ઉપયોગી છે. તે શ્વસન માર્ગની બળતરા ઘટાડીને સ્નાયુઓને આરામ આપે છે. તેથી,અસ્થમાના લક્ષણોમાં આ ચા ફાયદાકારક છે.
આ ચા બનાવવા માટે નીલગિરીના ઝાડના પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે. નીલગિરીના પાંદડામાં શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે અસ્થમાના લક્ષણોમાં રાહત આપે છે. શ્વાસ સાથે જોડાયેલી આ ચાનો ઉપયોગ કરી શકાય છે.