Home સ્ટોરી સ્વામી વિવેકાનંદના સ્ત્રી પ્રત્યેના વિચારો જાણીને તમારી છાતી ગર્વથી ફુલાઈ જશે…

સ્વામી વિવેકાનંદના સ્ત્રી પ્રત્યેના વિચારો જાણીને તમારી છાતી ગર્વથી ફુલાઈ જશે…

981

સ્ત્રી માટેનાં ઉત્તમ વિચારો વિશ્વમાં કોઇએ શીખવા હોય તો તે વિવેકાનંદનાં વિચારોમાંથી જ શીખી શકાય છે.

આ ફોટોમાં ભૂલથી ખોટી તારીખ લખાયેલી હોવાથી અમને માફ કરવા વિનંતી.

અમેરિકાનાં શિકાગો શહેરમાં પ્રવચન આપ્યા બાદ વિવેકાનંદ અમેરિકા અને ભારતમાં લોકપ્રિય બની ગયા. અમેરિકામાં એક ધનાઢ્ય સ્ત્રી તેમના વિચારોથી એટલી બધી પ્રભાવિત થઇ કે તેમણે પોતાના ઘરે રોકાવાનું આમંત્રણ આપ્યું.

સ્વામીજીએ આમંત્રણ સ્વીકારી લીધું. સ્વામીજી ત્યા રોકાયા પણ ખરા. આ સમય દરમિયાન તે સ્ત્રી સ્વામીજી તરફ આકર્ષાઇ. અને તેણે સ્વામીજી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો.

સ્વામીજીએ લગ્ન માટેનું કારણ પૂછ્યું.

સ્ત્રીએ જવાબ આપતા કહ્યુ કે “મારે તમારા જેવો તેજસ્વી અને પ્રખર બુધ્ધિશાળી સંતાન એટલે કે બાળક જોઇએ છે. હું તમારા જેવા પુરુષની માતા બનવા માંગુ છું. જગત મને શ્રેષ્ઠ બાળકની માતા તરીકે ઓળખે તેવી મારી ઇચ્છા છે.”

આ સમયે સ્વામી વિવેકાનંદે આપેલો જવાબ વર્તમાન સમયે આપણા સૌના માટે ગર્વ અપાવે તેવો હતો.

સ્વામીજીએ તે સમયે તે સ્ત્રીને જવાબ આપતા કહ્યુ કે “હુ સન્યાસી છુ. એટલે લગ્ન ન કરી શકુ પણ જો તમે ખરેખર મારા જેવા પુત્રની અપેક્ષા રાખતા હો તો તેના માટે તમારે કમસેકમ નવ મહિનાની તો રાહ જોવી જ પડશે….. અને એની પણ ક્યાં ખાતરી છે કે પુત્ર મારા જેવો જ જન્મે ?

પરંતુ એક રસ્તો છે જો આપ મને અત્યારથી જ આપનો પુત્ર સમજી લો તો નવ મહિના સુધી પણ રાહ જોવી નહિ પડે. અને મારો સન્યાસી ધર્મ પણ નહી તુટે અને તમને મારા જેવો પુત્ર મળી જશે.”

એક હિંદુ યુવાનનાં સ્ત્રી અંગેના વિચારો સાંભળી અમેરિકન સ્ત્રી સ્વામીજીનાં ચરણોમાં પડી ગઇ. આવી ઉત્તમ દ્રષ્ટી હતી સ્ત્રી અંગેની સ્વામીજીની.