હિન્દુ ધર્મ અને આધ્યાત્મિકતાના આધુનિક અને પ્રેરણાદાયી અર્થઘટનમાં સ્વામી વિવેકાનંદનું મહત્વનું યોગદાન છે. સ્વામી વિવેકાનંદના વિચારો આજે પણ યુવાનો માટે પ્રેરણાદાયક છે.
12 જાન્યુઆરી, 2021 ના રોજ વિશ્વના મહાન માર્ગદર્શન આપવાવાળા અને આધ્યાત્મિકતાના ગુરુ એવા સ્વામી વિવેકાનંદજીની 158 મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વામી વિવેકાનંદના વિચારો દેશ માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેમણે દેશ અને સમાજને નવી અને વિકાસશીલ દિશા તરફ આગળ વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. સ્વામી વિવેકાનંદ યુવાનોના પ્રેરણાસ્ત્રોત હતા અને તેથી તેમની જન્મજયંતિ પણ દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
હિન્દુ ધર્મ અને આધ્યાત્મિકતાના આધુનિક અને પ્રેરણાદાયી અર્થઘટનમાં સ્વામી વિવેકાનંદનું મહત્વનું યોગદાન છે. તેનો જન્મ 1863 માં કોલકાતામાં થયો હતો. તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત રાખવામાં આવ્યું હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત કોલકાતા હાઈકોર્ટમાં જાણીતા વકીલ હતા અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. વિવેકાનંદ ધર્મ અને તેના આધુનિક સ્વરૂપને જાણવા ખૂબ ઉત્સુક હતા અને આ આતુરતા તેમની માતા ભુવનેશ્વરી દેવીએ પૂરી કરી.
25 વર્ષની વયે, વિવેકાનંદ ઘર છોડીને સન્યાસ તરફ વળ્યાં અને ધર્મની શોધ શરૂ કરી. તેને આધ્યાત્મિકતામાં ઊંડો રસ હતો અને તેની જિજ્ઞાસા શાંત કરવા માટે આધ્યાત્મિક સભાઓમાં ભાગ લેતા. સ્વામી વિવેકાનંદના વિચારો ખૂબ પ્રેરણાદાયક છે. તે અપનાવીને, તમે ફક્ત તમારા પોતાના જ નહીં પરંતુ તમારા સમાજનો પણ ઉત્તમ રીતે વિકાસ કરી શકો છો. આ વિચારો સૌથી વધારે યુવાઓને પ્રેરણા આપે છે. ચાલો જાણીયે તેમના કેટલાક વિચારો..
જ્યાં સુધી તમે તમારા પોતાના પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી તમે ભગવાનમાં વિશ્વાસ કરી શકતા નથી.
જે લોકો નસીબ પર વિશ્વાસ રાખે છે તે કાયર છે, જે પોતાનું નસીબ બનાવે છે તે મજબૂત છે.
તમારા ઇરાદા મજબૂત રાખો. લોકોને જે કહે છે તેઓને કહેવા દો. એક દિવસ તેજ લોકો તમારી પ્રશંસા કરશે.
જ્યારે કોઈ વિચાર સખ્તપણે આપણા મગજમાં કબજો કરે છે, ત્યારે તે વિચાર વાસ્તવિક, શારીરિક અથવા માનસિક સ્થિતિમાં બદલાવ લાવે છે.
એવું ક્યારેય ના વિચારશો કે આત્મા માટે કંઈપણ અશક્ય છે. આવું વિચારવું એ એક મહાન કપટ છે. જો પાપ છે, તો તે એકજ પાપ છે કે, એમ સમજવું કે તમે નબળા છો, અથવા બીજું અન્ય નબળું છે.
આપને જેટલું બીજા નું સારું કરવા માટે બહાર નીકળીશું, એટલું જ આપણું હૃદય શુદ્ધ રહેશે અને ભગવાન તેમાં વાસ કરશે.
દરેક સારી ચીજોની પહેલા મજાક ઉડાવવામાં આવે છે, પછી તેનો વિરોધ કરવામાં આવે છે અને પછી તે સ્વીકારવામાં આવે છે.
હજારો ઠોકર ખાવા પછી જ એક સારા ચરિત્ર નું નિર્માણ થાય છે.
જ્યારે તમે વ્યસ્ત હોવ ત્યારે બધું જ સરળ લાગે છે પણ બેકાર માણસોને કઈ પણ સરળ લાગતું નથી.
તમારે અંદરની શક્તિથી બહારનો વિકાસ કરવો પડશે. તમને કોઈ ભણાવી શકશે નહીં, કોઈ તમને આધ્યાત્મિક બનાવી શકશે નહીં, તમારા આત્મા સિવાય બીજો કોઈ તમારો ગુરુ નથી.
ઉઠો, જાગો અને દયેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.
જો શક્તિ જીવન છે, તો નબળાઇ એ મૃત્યુ છે. વિસ્તરણ જીવન છે,તો પછી સંકોચન એ મૃત્યુ છે. જો પ્રેમ જીવન છે તો દ્વેષ મૃત્યુ છે.