ટાઇફોઇડ તાવમાં કરો આ 5 વસ્તુઓનું સેવન, જેનાથી તમને તરત જ મળશે રાહત…

0
207

ટાઇફોઇડ તાવ સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયલ ચેપને કારણે થાય છે. આ રોગને લીધે, શરીરમાં લોહીની ઉણપ થવા લાગે છે અને લીવર પણ બરાબર કામ કરતું નથી. ટાઇફોઇડ તાવના કારણે રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે. ટાઇફોઇડના દર્દીઓએ ખાવા પીવાની ખાસ કાળજી લેવી જોઈએ. આજે, આ લેખ દ્વારા, અમે તમને જણાવીશું કે, ટાઇફોઇડના દર્દીઓના આહારમાં શું લેવું જોઈએ. તો ચાલો જાણીએ ટાઇફોઇડના તાવમાં કઈ વસ્તુઓ ફાયદાકારક છે…

ટાઇફોઇડ દર્દીઓએ વધુને વધુ પ્રવાહી પદાર્થોનું સેવન કરવું જોઈએ. ટાઇફોઇડના  દર્દીઓએ દરરોજ ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવું જોઇએ. આ રોગમાં નાળિયેર પાણીનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે.

ટાઇફોઇડના દર્દીઓએ આહારમાં કાર્બોહાઇડ્રેટ યુક્ત ચીજો શામેલ કરવી જોઈએ. એ ધ્યાનમાં રાખો કે, તમારે ફક્ત તે જ વસ્તુઓનું સેવન કરવું જે સરળતાથી પચી જાય. બાફેલા બટાટા અને બાફેલા ચોખા આ રોગમાં ફાયદાકારક છે.

ટાઇફોઇડ તાવમાં સુકી દ્રાક્ષ ખૂબ જ ફાયદાકારક છે. ટાઇફોઇડના દર્દીઓએ મીઠા સાથે અથવા દ્રાક્ષને શેકીને તેનું સેવન કરવું જોઈએ. તીવ્ર તાવમાં, તમે 4 થી 5 સુકી દ્રાક્ષ શેકીને ખાશો તો તાવમાં રાહત મળશે.

ટાઇફોઇડના દર્દીઓએ ડેરી ઉત્પાદનોનું વધુને વધુ સેવન કરવું જોઇએ. આ રોગમાં ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે.

ટાઇફોઇડના દર્દીઓએ આહારમાં ઉચ્ચ કેલરીવાળા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. ટાઇફોઇડ તાવ આવે ત્યારે શરીરમાં નબળાઇ આવી જાય છે. નબળાઇ દૂર કરવા માટે વધારે કેલરીયુક્ત ખોરાક લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટાઇફોઇડના દર્દીઓ આહારમાં કેળા, શક્કરીયા, મગફળી અને માખણ જેવી ચીજોનો સમાવેશ કરવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here