Homeરસોઈતલની ગજક : ટેસ્ટી અને હેલ્દી વાનગી

તલની ગજક : ટેસ્ટી અને હેલ્દી વાનગી

આમ તો ગજક ની મુળ રેસીપી અલગ અને ટફ છે પરંતુ બજારમાં મળે છે તેવી ખસ્તા ગજક ની સરળ રેસીપી છે.

સામગ્રી:

તલ-1વાડકી

ખાંડ-1 વાડકી

મિલ્ક પાઉડર-1વાડકી

દુધ- 1વાડકી

લવિંગ-5 નંગ

ઈલાયચી-5 નંગ

ઘી-4 ચમચી

પીસ્તા કતરણ

રીત:

તલ શેકી ને મિક્સરમાં પલ્સ મોડ પર અધકચરા પીસી લો.

ખાંડ દૂધ માં ઓગાળી લો.

લવિંગ ઈલાયચી ને દરદરા વાટી લો.

નોનસ્ટીક પેન માં એક ચમચી ઘી મુકી લવિંગ ઈલાયચી નો ભુકો નાખી સહેજ સેકી ને ખાંડ ઓગાળેલુ દૂધ ઉમેરો.

દૂધ માં ઉભરો આવે એટલે મિલ્ક પાઉડર ઉમેરીને ધીમા તાપે હલાવો,પેસ્ટ જેવું થાય એટલે ક્રશ કરેલા તલ ઉમેરીને બરાબર હલાવી લો.

મિશ્રણ ડૉ જેવું થાય અને થોડું ડ્રાય થાય એટલે ગેસ બંધ કરી દો.

મિશ્રણ હુફાળુ થાય એટલે ઘી ગ્રીસ કરેલી જાડી પ્લાસ્ટીક પર લઇ મસળી લો જેથી ડૉ નરમ થશે,પછી વણી લો,પીસ્તા કતરણ થી ગાર્નિશ કરો.પિઝા કટર થી કટ મૂકી કલાક ઠંડા થાય એટલે ટુકડા કરી લો.

મિલ્ક પાઉડર ની જગ્યાએ માવો વાપરી માવા ગજક પણ બનાવી શકાય પરંતુ લાંબા સમય સુધી સ્ટોર ન કરી શકાય.

લવિંગ ની એક યુનિક ફ્લેવર સ્વાદ માં ગજબ વધારો કરે છે.

રેસીપી & ફોટો:- મોહિની અનુપમ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments