‘તારક મહેતા’ સિરિયલની આ અભિનેત્રીઓને રીયલ લાઇફ લુકમાં જોઈને, તમે પણ નહીં ઓળખી શકો.

ફિલ્મી વાતો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી સિરિયલ ખુબ જ લોકપ્રિય સિરિયલ છે. 12 વર્ષથી ચાલી રહેલા આ શો ને પ્રેક્ષકોનો પ્રેમ મળી રહ્યો છે. સીરિયલમાં દરેક કિરદારની પોતાની ફેન કેટેગરી હોય છે. ગોકુલધામ સોસાયટીમાં રહેતી મહિલા કિરદારને પ્રેક્ષકો હંમેશાં પસંદ કરે છે. દયાબેન, અંજલિ, માધવી, કોમલ, રોશન અને બબીતાજી ખુબ જ ફેમસ કેરેક્ટર છે. તારક મહેતાની આ અભિનેત્રીઓના ચાહકો એ જાણવું જરૂરી છે કે તેઓનું રીયલ જીવન કેવું છે. તો ચાલો લેખમાં તમને તારક મહેતાની અભિનેત્રીઓની રિયલ લાઈફ વિષે જણાવીએ.

1) દિશા વાકાણી (દયા બેન) :- 

તારક મહેતા સીરિયલમાં દયાબેનની ભૂમિકા ભજવીને મહશુર થયેલી દિશા વાકાણી ઘણા સમયથી આ શોમાં તેનું કિરદાર નિભાવતી નથી. દિશાએ ગર્ભાવસ્થાના કારણે 2017 માં શો માં કામ કરવાનું છોડી દીધું હતું. અનેક વાર રિપોર્ટ્સ સામે આવ્યા છે કે તે આ શોમાં પરત આવી રહી છે પરંતુ હજી પણ તે આવી નથી. જોકે  દયાબેન શોમાં ઉલ્લેખ કહે છે કે, તે આગામી સમયમાં શોમાં ફરી પાછા આવશે. જો કે તારક મહેતામાં દિશા હંમેશા સાડી પહેરેલી જ જોવા મળે છે પરંતુ તેના તેની રિયલ લાઈફના ફોટા ખુબ જ આશ્ચર્યજનક છે.

2) સુનૈના ફોજદાર (અંજલિ મહેતા) :-

સિરિયલમાં સુનૈના ફોજદાર અંજલિ મહેતાની ભૂમિકા નિભાવી રહી છે. અગાઉ આ કિરદાર અભિનેત્રી નેહા મહેતા નિભાવી રહી હતી પરંતુ લોકડાઉન થયા બાદ તેણે આ કિરદાર નિભાવવાનું છોડી દીધું. જોકે, સુનૈના ફોજદાર શોમાં હંમેશાં સલવાર સૂટ પહેરેલી જોવા મળે છે, પરંતુ તે તેની રિયલ લાઈફમાં ખૂબ જ મોર્ડન છે. તમને પણ તેની આ તસવીરો જોઈને વિશ્વાસ નહીં થાય.

3) મુનમુન દત્તા (બબીતા ​​જી) :-

મુનમુન દત્તા એટલેકે બબીતા ​​જી પણ સીરિયલમાં ગ્લેમરસ લુકમાં છે અને તે તેની રિયલ લાઈફમાં બોલ્ડ લૂકમાં જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી મુનમુન દત્તાની તસવીરો જોઈએ કહી શકાય કે, તે ખુબ જ ફેશનેબલ છે. આનું એક કારણ એ છે કે, તેણે એક કારકિર્દીની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી.

4) અંબિકા રંજનકર (કોમલ હાથી) :- 

તારક મહેતા સીરિયલમાં કોમલ હાથીની ભૂમિકાઅંબિકા રંજનકર નિભાવી રહી છે. તેના કિરદારને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અંબિકા તેના કિરદારમાં બિલકુલ પરફેક્ટ લાગે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર તેના મોર્ડન લુકની તસવીરો એવી છે કે જેને તમે ઓળખી પણ નહીં શકો.

5) જેનિફર મિસ્ત્રી (રોશન) :-

મિસીઝ સોઢી એટલે કે રોશનનું કિરદાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રી નીભાવી રહી છે. જેનિફરની આ સ્ટાઇલ શોમાં જોવા મળતી નથી પરંતુ તે આવી સ્ટાઈલિશ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે.

6) સોનાલિકા જોશી (માધવી ભીડે) :-

અભિનેત્રી સોનાલિકા જોશી તારક મહેતા સીરિયલમાં માધવીની ભૂમિકા નિભાવી રહી છે. સોનાલિકા હંમેશાં સિરિયલમાં સાડી પહેરેલી જોવા મળે છે. પરંતુ તે તેની રિયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલિશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *