તણાવથી માંડીને ચરબી ઘટાડવા સુધીની, આ 10 ખરાબ ટેવો જે દરેક રોગનું કારણ છે.

હેલ્થ

આપણી ઘણી ખરાબ ટેવો આપણા સ્વાસ્થ્યને નુકશાન પોહ્ચાડે છે. જો સ્વસ્થ અને સુખી જીવન જીવવું હોય, તો રોજિંદી જીવનશૈલીની આ નાની ભૂલો તરફ ધ્યાન આપવું જોઈએ. આ 10 ખરાબ ટેવોને દૂર કરવાથી તમારા ઘણા રોગો પણ દુર થઇ જશે.

ઘણીવાર તમે લોકોને વાંકા વળીને બેસતા અથવા ચાલતા જોયા હશે. આમ કરવાથી તમારા શરીરના સ્નાયુઓ અને કરોડરજ્જુને નુકશાન થાય છે, કમર હંમેશા સીધી રાખવી જોઈએ. તેનાથી સ્નાયુઓને સંતુલિત થશે અને કરોડરજ્જુને પણ સ્વસ્થ રહેશે.

બજારમાં મળતું જંક ફૂડ અથવા ફાસ્ટ ફૂડ તમને સ્વાદિષ્ટ તો લાગે છે, પરંતુ તેનાથી ઘણા રોગ પણ થાય છે. જંક ફૂડ ઝડપથી વજન વધારે છે અને ડાયાબિટીઝ તથા હ્રદયરોગ જેવા અનેક જોખમી રોગોનું કારણ છે. જંક ફૂડ ખાવાથી આપણા પેટમાં ઘણી બધી સમસ્યાઓ પણ થાય છે.

નોકરી-ધંધા પર લોકો કલાકો સુધી કમ્પ્યુટરની સામે બેસી રહે છે. કમ્પ્યુટરની સામે બેસી રહેવાથી આંખોને નુકશાન થાય છે. પરંતુ શું તમે જાણો છો, તેનાથી આપણા હાથ પર પણ ખરાબ અસર પડે છે. હાથ અને આંગળીઓમાં ‘કાર્પલ ટનલ સિન્ડ્રોમ’ થવાનું જોખમ વધે છે. તેથી કામ કરતી વખતે તમારી આંખોની સાથે તમારા હાથને પણ આરામ આપવો જોઈએ.

અનિયમિત જીવનશૈલીના કારણે, તણાવની સમસ્યા થાય છે. તણાવના કારણે વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશર અને બ્લડ સુગરની સમસ્યા થઈ શકે છે. એટલું જ નહીં, વધતા વજનની સાથે તે આપણા પાચન અને રોગપ્રતિકારક શક્તિને પણ અસર કરે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે, ‘ઊંડો શ્વાસ’,’ધ્યાન’, ‘યોગ’, ‘વર્કઆઉટ’ કરવું જોઈએ.

દારૂ પીવાથી આપણી શારીરિક અને માનસિક સ્થિતિ પર અસર થાય છે. દારૂમાં રહેલા આલ્કોહોલથી આપણા શરીરને ઘણા મોટા નુકસાન થઈ શકે છે. દારૂ વ્યક્તિના લીવરને નુકસાન પહોંચાડે છે,અને તે હૃદય રોગ, હતાશા, સંધિવા અને કેન્સર જેવા ગંભીર રોગોનું પણ કારણ બની શકે છે .

ધૂમ્રપાન હૃદયના રોગ અને કેન્સરથી થતા મૃત્યુઓમાં 30% જેટલો ભાગ ધરાવે છે. આટલું જ નહીં, 80-90% લોકોને ને ફેફસાંનું કેન્સર પણ ધુમ્રપાનથી જ થાય છે. સિગારેટ અથવા બીડી પીવાથી મોં, ગળા અથવા મૂત્રાશયનું કેન્સર પણ થાય છે. તેને છોડવાથી આ રોગો દૂર થાય છે.

દુખાવો દૂર કરતી દવાઓનો પણ ઓછો ઉપયોગ કરવો જોઈએ. તેનો વધારે ઉપયોગ કરવોએ સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. દુખાવાની દવા વારંવાર ઉપયોગમાં લેવાથી અલ્સર, ગેસ્ટ્રોઇંટેસ્ટાઇનલ રક્તસ્રાવ, હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે. તેથી આવી દવાઓનું વ્યસન કરવું ન જોઈએ.

ઘણા લોકોને સવારે નાસ્તો કરવાની ટેવ હોતી નથી. શું તમને ખબર છે? સવારનો ખોરાક ન લેવાથી આપણા સ્વાસ્થ્યને કેટલું નુકસાન થાય છે. ખોરાક ન લેવાથી આપણો વજન, હોર્મોનલ સ્વાસ્થ્ય અને મગજને નુકસાન થાય છે. સવારનો નાસ્તો ન કરવાથી પાચનતંત્ર ધીમું થાય છે, જેનાથી વજન વધી શકે છે.

ઓછી અથવા અપૂરતી ઊંઘના કારણે આપણું ધ્યાન કેન્દ્રિત થતું નથી. ઓછી ઊંઘના કારણે વર્તનમાં ચીડિયાપણું શરૂ થાય છે. મગજની સમસ્યા વધે છે. સ્ટ્રેસ હોર્મોન્સમાં વધારો થવાથી વજન વધી શકે છે. ઓછી ઊંઘ આવવાથી ત્વચા અને રોગપ્રતિકારક શક્તિ, તેમજ હાઈ બ્લડ પ્રેશર પર ખરાબ અસર થાય છે. નિષ્ણાતો કહે છે કે આપણે દરરોજ ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ કરવી જોઈએ.

ઓછું પાણી પીવાથી આપણા શરીરમાં પાણી ઘટી જાય છે. ઓછું પાણી પીવાથી તેની અસર આપણા શરીર પર થાય છે. તે થાક, સૂકી ત્વચા, ચીડિયાપણું અને ધ્યાન ગુમાવવાનું કારણ બની શકે છે. ઓછું પાણી પીવાથી શરીરમાં રહેલો ઝહેરીલો પદાર્થ બાર આવી શકતો નથી છે, જેના કારણે કિડની અને રોગપ્રતિકારક શક્તિને પણ અસર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *