Homeહેલ્થજાણો તરબૂચ ના ૫ અદ્ભુત ફાયદા કે જે તમને ખુબજ ફાયદાકારક સાબિત...

જાણો તરબૂચ ના ૫ અદ્ભુત ફાયદા કે જે તમને ખુબજ ફાયદાકારક સાબિત થશે.

તરબૂચ જેને ગરમીનો રાજા કહેવામા આવે છે તે માત્ર સ્વાદમા જ સારું નથી તે શરીરને અનેક રીતે ફાયદો પણ કરે છે. તેથી ઉનાળામા તરબુચને તમારા આહારમા શામેલ કરો. વિશ્વભરમા તરબૂચ દિવસની ઉજવણી કરવામા આવે છે. આ દિવસ દર વર્ષે ૭ ઓગસ્ટે ઉજવવામા આવે છે.

તરબૂચ થી થતા ફાયદાઓ :-

૧) તરબૂચમા લાઇકોપીન હોય છે જે ત્વચાને ગ્લો આપે છે તરબૂચ હ્રદયરોગને રોકવા માટેનો રામબાણ ઉપાય પણ છે. તે હાર્ટને લગતી બીમારીઓને દૂર રાખે છે. ખરેખર તે કોલેસ્ટરોલનુ સ્તર નિયંત્રિત કરે છે જેનાથી બીજી અનેક બીમારી થતી અટકે છે.

૨) વિટામિનની પુષ્કળ માત્રાને લીધે તે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. કોરોના સામે લડવા માટે મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી તમારે તરબૂચનુ સેવન કરવુ જોઈએ.

૩) તરબૂચ ખાવાથી મન શાંત રહે છે અને ક્રોધ ઓછો આવે છે. આ યુગમા જ્યારે છેલ્લા ઘણા મહિનાઓથી દરેકને ઘરોમા કેદ કરવામા આવ્યા છે જેના કારણે ઘણા લોકો માનસિક રીતે પરેશાન થઈ રહ્યા છે. આવી સ્થિતિમા ત૨બૂચ ખાવાનુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સાથે તરબૂચની અસર ઠંડી હોય છે તેથી તે પેટની સાથે-સાથે મગજને પણ ઠંડુ રાખે છે.

૪) તરબૂચના નિયમિત સેવનથી કબજિયાત દૂર થાય છે. જ્યારે એનિમિયા હોય ત્યારે તેનો રસ ફાયદાકારક સાબિત થાય છે. આ સાથે જો તમે ચહેરા ઉપર તરબૂચનુ માલીશ કરવાથી નીખાર આવે છે અને ચહેરા ઉપરથી બ્લેકહેડ્સ પણ દૂર થાય છે.

૫) ઉનાળામાં સૌથી મોટી સમસ્યા હાઇડ્રેશન રહે છે. ત૨બૂચ આ સમસ્યાનો સામનો કરવામા ઘણી મદદ કરી શકે છે. આ ફળમા ૯૨% પ્રવાહી હોય છે જે શરીરને પૂરતી હાઇડ્રેશન પ્રદાન કરે છે. આ ઉપરાંત જો તમે તેના દાણા પીસીને માથા પર લગાવો છો તો તે માથાના દુખાવામા રાહત આપે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments