એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમા દર્દીને ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા રોગના લક્ષણો છે, પરંતુ રીપોર્ટ નકારાત્મક આવે છે. તો ચાલો જાણીએ કે તેના માટે આપણે શું કરવું જરૂરી છે.ચિકિત્સકના જણાવ્યા મુજબ આવા વાયરલ ચેપ એકથી બે અઠવાડિયા પછી જ શોધી શકાય છે તેથી કેટલાક દર્દીઓનો પ્રારંભિક દિવસોમા બ્લડ રીપોર્ટ કરવામા આવે ત્યારે રીપોર્ટ નકારાત્મક આવી શકે છે. આવી સ્થિતિમા ડોકટરો દર્દીના લક્ષણોના આધારે સારવાર શરૂ કરે છે. મચ્છરજન્ય રોગોથી બચવા માટે ઘરની આજુબાજુ પાણી એકઠુ થવા ન દો. આખુ શરીર ઢંકાય જાય તેવા કપડા પહેરો. હાથ-પગ ઢાંકીને રાખો.
૧) દવાઓના પાવરમા વધારો કરી સારવાર કરો :– હોમિયોપેથીમા દર્દીના વર્તન, લક્ષણો, પ્રવૃત્તિઓ અને તરસ જેવા લક્ષણોના આધારે સારવાર કરવામા આવે છે. દવાઓ ઓછા પાવર સાથે શરૂ કરવામા આવે છે. પ્લેટલેટ્સમા ઘટાડો એટલે રોગપ્રતિકારક શક્તિમા ઘટાડો થતો હોય તો દવાનો પાવર વધારવામા આવે છે. રસટોક્સ, આર્સેનિક આલ્બ, યુપોટોરિયમ અને જેલ્શિયમ નિવારક જેવા ડોઝ આપવામા આવે છે.
૨) બાફેલ કચુંબર અને ઓટમીલ અને ખિચડી ખાવ :– નેચરોપથીના નિષ્ણાતના જણાવ્યા મુજબ તાવ ગમે તે હોય પણ પેટની સાફ-સફાઈ રાખવી મહત્વપૂર્ણ છે કારણ કે આ ભાગમા જમા થયેલ મળ રોગ પ્રતિકારક-શક્તિ ઘટાડે છે અને વાયરસ શરીર પર હુમલો કરવાનુ શરૂ કરે છે. તેથી રાત્રે સૂતા પહેલા ગ્લાસ નવશેકુ પાણી સાથે ૧ ચમચી ત્રિફલા પાવડર લો. મરી અને મસાલા ઓછા ખાઓ.
પાણી ઉકાળો અને પછી પીવો. કાચા કચુંબરને બદલે બાફેલ સલાડ લો. બ્રેડને બદલે ઓટમીલ અથવા ખીચડી ખાઓ. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તુલસીના પાનનો રસ પીસો અને તેને તેમાં એક ચમચી મધ અથવા એક મરી સાથે લો.