Home રસપ્રદ વાતો વિદેશ ની ધરતી પર ગુજરાતીએ પાડ્યો વટ, ટેસ્લા કંપનીની ગાડીની નંબર પ્લેટ...

વિદેશ ની ધરતી પર ગુજરાતીએ પાડ્યો વટ, ટેસ્લા કંપનીની ગાડીની નંબર પ્લેટ માં પોતાના વતન ડીસા નો નંબર રાખીને કેલીફૉનિયામાં DEESA નામ ગુંજતું કર્યું…

88

બનાસકાંઠાના ગુજરાતીએ વિદેશમાં રહીને માતૃભૂમિ પ્રત્યે પ્રેમ દર્શાવ્યો છે. કેલિફોર્નિયામાં ડીસાના રહેતા એક ગુજરાતીએ પોતાની કાર પર ડીસા નામની નંબર પ્લેટ બનાવી છે. આમ એક ગુજરાતીએ વિદેશી ભૂમિ પર પોતાના વતનનો વટ પડ્યો છે. સુશીલ ઓઝાએ કેલિફોર્નિયામાં પણ ડીસાનું નામ ગુંજતું કર્યું છે.

કેલિફોર્નિયા માં રહેતા મૂળ બનાસકાંઠાના વતની સુશીલ બકુલભાઈ ઓઝાની ટેસ્લા કારની નંબર પ્લેટ ડીસા છે. દેશ પ્રેમી સુશીલ ઓઝાએ પણ કેલિફોર્નિયામાં પોતાનું નામ બનાવ્યું છે. જેમ ભારતમાં નાગરિકો પાસે નંબર પસંદ કરવાનો વિકલ્પ છે, તેવી જ રીતે યુનાઇટેડ સ્ટેટ્સમાં તેમને શબ્દ લખવાની છૂટ છે. આ માટે અક્ષર મર્યાદા 6 થી 7 અક્ષરોની છે. તેથી ડીસાના વતની સુશીલ ઓઝા પોતાની નવી કાર પર ડીસા લખવા માંગતા હતા જેથી કરીને તે પોતાની માતૃભૂમિથી અલગ ન થાય.

સુશીલ ઓઝા કહે છે, “મારે એક દિવસ મારી કાર પર આ નામ લખવાનું સપનું હતું.” તમે માતૃભૂમિ થી ગમે એટલા દૂર હોવ પણ ગર્વ થાય એવું કરવું હતું જેથી વતન ગર્વ અનુભવે તેવું કામ કરતો રહુ.

આમ ગુજરાતીઓ જ્યાં પણ રહે છે ત્યાં પોતાની માતૃભૂમિને ભૂલતા નથી અને જ્યાં પણ રહે છે ત્યાં પોતાની માતૃભૂમિને યાદ કરે છે. જો કે ભૂતકાળમાં પણ દેશભક્તિના વાહનોની નંબર પ્લેટના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. અગાઉ પાલનપુરના વતની અને કેલિફોર્નિયામાં સ્થાયી થયેલા ડો.ઝુબેર સિંધીએ પણ પોતાની કાર પર પોતાના ગામનું નામ ‘chitrsn’ લખેલું હતું. તો પાલનપુરના રહેવાસી પ્રણવ મિસ્ત્રીએ પણ પોતાની કારની નેમ પ્લેટ પર પાલનપુર લખ્યું છે.