ઘીને લઈને હંમેશા એ વિવાદ રહે છે કે આ મેદસ્વીતાપણુને વધારે છે. પરંતુ આયુર્વેદની માનીએ તો ઘીનું યોગ્ય રીતે સેવન કરવાથી વજન ખૂબ સરળતાથી ઉતરી જાય છે. જાણકારોના અનુસાર, ઘી તેલીય ખાદ્ય પદાર્થ છે અંતે લોકોમાં આ ધારણા સામાન્ય છે કે આથી વજન વધે છે. તેમજ આયુર્વેદના જાણકારોના વિચાર છે કે ઘી પણ દૂધનું જ એક રૂપ છે. ગાય તથા ભેંસનું દૂધ એક સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. દૂધથી બનેલું દહીં, છાશ, લસ્સી, માખણ તમામ આરોગ્ય માટે લાભકારી હોય છે. એટલા માટે આયુર્વેદ એ કહે છે કે દૂધ અને તેનાથી બનેલું ઘી પણ લાભકારી હોય છે અને તે વજન ઓછું કરવાની સાથે શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
તેમજ આયુર્વેદના ડોક્ટર રાજકુમાર કહે છે કે દેશી ઘીનું સેવન કરવું હંમેશા જ લાભદાયી હોય છે. આ તમારા શરીરમાં વધારાની ચરબીને ઘટાડે છે. તેમના અનુસાર, ઘીમાં એવા તત્વ હોય છે જે શરીરના ડાઈડેસ્ટિવ સિસ્ટમને ઉત્તેજિત કરે છે.
એવામાં જ્યારે તમારૂ પાચન તંત્ર શ્રેષ્ઠ થાય છે, તો તમારા શરીરમાં વધારાની ચરબી ઝડપથી ઓછી થાય છે. તેમના જણાવ્યા પ્રમાણે, ભલે જ ઘી પચવામાં થોડું ભારે હોય પરંતુ આ પાચન તંત્રને શ્રેષ્ઠ કરે છે એટલા માટે ઘી વજન ઘટાડવામાં મદદ પહોચાડે છે, સાથે જ રોગપ્રતિકારક ક્ષમતાને પણ ઉત્તમ બનાવે છે.
આ ઉપરાંત ઘીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જેથી તમારી રોગપ્રતિકારક ક્ષમતા શ્રેષ્ઠ થાય છે. તેમનું કહેવું છે કે 1 ચમચી રોજ ખાલી પેટે ઘી ખાવાથી સ્વાસ્થ્યથી જોડાયેલી બીમારીઓ દૂર ભાગી જાય છે. જો તમારે ઘીના ફાયદા ઉઠાવવા હોય છે તો તેને ખાલી પેટે જ ખાઓ. સાથે ગરમ દૂધમાં એક ચમચી ઘી મિક્સ કરીને રાત્રે ખાવાથી કબજિયાતની ફરિયાદ પણ દૂર થાય છે.
ઘીથી કેમ દૂર થાય છે વધતુ વજન
1. ઘી ખાદ્ય પદાર્થોને બ્રેકડાઉન કરવામાં મદદ કરે છે.
2. ઘીથી ચરબી એક જગ્યા પર જમા નથી થતી જે વજન ઘટાડવામાં મદદગાર થાય છે.
3. ઘીમાં લિનોલિક એસિડ હોય છે આથી વજન ઓછું થાય છે.
4. ઘીના સેવનથી મેટાબોલિક રેટ વધે છે જેથી શરીરની ચરબી ઘટે છે.
5. ઘીમાં કેટલાક તત્વોની હાજરીથી પાચન તંત્ર શ્રેષ્ઠ થાય છે.
ઘીના અન્ય લાભ
દેશી ઘીમાં મળી આવતા વિટામીન હૃદય ધમનીઓની અડચણથી બચાવે છે.
દેશી ઘી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
દેશી ઘીમાં એન્ટકેન્સર, એન્ટી વાયરસ ગુણ હોય છે.
દેશી ઘીમાં મળી આવતા વિટામીન અને પોષક તત્વ હાડકાં મજબૂત બનાવે છે અને રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે.