વિશ્વપ્રસિદ્ધ નાલંદા વિશ્વવિદ્યાલયને સળગાવી દેનાર બખ્તિયાર ખિલજીને દોડાવી દોડાવીને મારનાર રાજા પૃથ્યુની કહાની જે તમને ક્યાંય વાંચવા નહીં મળે

304

ધટના નો સમયગાળો ઈ. સ. ૧૨૦૬ માં કામરુપ (આજનું આસામ) માં એક જોશીલી અવાજ ગુંજી ઉઠે છે, “બખ્તિયાર ખિલજી, તું જ્ઞાનમંદિર નાલંદાને સળગાવીને કામરુપની ધરતી પર આવ્યો છે. જો તું કે તારો એકપણ સિપાહી બ્રહ્મપુત્રા પાર કરી શકયા તો મા ચંડી (કામાતેશ્વરી) ની સૌગંધ છે મને હું જીવતેજીવ અગ્નિ સમાધિ લઈ લઈશ આવી સૌંગધ લેનારા એકમાત્ર રાજા હતા, રાજા પૃથુ અને ત્યાર પછી ૨૭ માર્ચ, ૧૨૦૬ માં આસામ ની ધરતી પર એક એવું યુદ્ધ લડાયું જે માનવ ગરિમાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે.

એક એવી લડાઈ જેમાં કોઈ એક ફૌજ ના ૧૨ હજાર સૈનિકો લડવા આવ્યા હોય અને જીવતા બચ્યા હોય માત્ર ૧૦૦. જે લોકો ઈતિહાસ વાંચતા હોય તેમને ખબર હશે કે જયારે બે સૈન્યો લડે છે ત્યારે એક સેના અધવચ્ચે હાર માનીને ભાગી જાય છે અથવા સમર્પણ કરે છે. પરંતુ આ લડાઈ માં ખિલજી ના ૧૨ હજાર સૈનિકો લડયા અને ફકત ૧૦૦ બચ્યા એ પણ ઘાયલ. આવું સંભવતઃ લગભગ કોઈ યુદ્ધ માં થયું નથી.

આજે પણ ગુવાહાટી (ગૌહાટી) ની પાસે શિલાલેખ મૌજુદ છે જેમાં આ લડાઈ વિશે વિસ્તારથી લખ્યું છે. એ સમયે બખ્તિયાર ખિલજી બિહાર અને બંગાળ ના રાજાઓને હરાવી આસામની તરફ આગળ વધતો હતો. આ દરમિયાન તેણે નાલંદા વિશ્વવિદ્યાલય સળગાવી દીધી હતી અને હજારો બૌદ્ધ, જૈન અને હિન્દુ વિદ્વાનો ની કતલ કરી હતી. નાલંદા માં અનમોલ પુસ્તકો, પાંડુલિપિ અને અભિલેખો વગેરે સળગી ને રાખ થઈ ગયા હતા.

ખિલજી મુળ અફઘાનિસ્તાન નો રહેવા વાળો હતો અને મુહમ્મદ ઘોરી અને કુતુબુદ્દીન ઐબક નો રિશ્તેદાર હતો. ખિલજી નાલંદા ને સળગાવી અને આસામ ના રસ્તે તિબેટ જવા ઈચ્છતો હતો. કેમકે તિબેટ તે સમયે ચીન, મોંગોલિયા, ભારત, અરબ અને પૂર્વ ના દેશો વચ્ચે એક મહત્વપૂર્ણ વ્યાપાર નું કેન્દ્ર હતું. ખિલજી તેના પર કબજો મેળવવા ઈચ્છતો હતો. પરંતુ તેનો રસ્તો રોકીને ઉભા હતા અસમ ના રાજા પૃથુ. તેમને રાજા બરથુ ના નામે પણ ઓળખવામાં આવે છે.

અત્યારના ગુવાહાટી પાસે બંને વચ્ચે યુદ્ધ થયું. રાજા પૃથુ એ સૌગંધ લીધી હતી કે તે કોઈ પણ સંજોગોમાં ખિલજી ને બ્રહ્મપુત્રા પાર કરીને તિબેટ બાજુ જવા નહીં દે. તેમણે અને તેમના આદિવાસી યોધ્ધાઓ એ ઝેર લગાવેલા તીરો, ખુકરી, બરછી, અને નાની પણ ઘાતક તલવારોથી ખિલજી ની સેનાની મોટી સંખ્યામાં કત્લેઆમ કરી. પરિસ્થિતિ નો તાગ મેળવી ગભરાઈને પોતાના કેટલાક સૈનિકો સાથે જંગલ અને પહાડીઓનો ફાયદો મેળવીને ભાગ્યો.

પરંતુ આસામ વાળા તો જન્મજાત પહાડી યોધ્ધાઓ હતાં. તેમણે ખિલજી ને પતલા તીરથી વીંધી નાખ્યો. છેવટે ખિલજી પોતાના બચેલા ૧૦૦ સૈનિકો સાથે ઘૂંટણિયે પડીને ક્ષમાની યાચના કરવા લાગ્યો.

રાજા પૃથુ એ તેના સૈનિકોને બંદી બનાવી અને ખિલજીને એકલો જીવતો છોડીને ઘોડા પર બેસાડીને કહ્યું કે તું પાછો અફઘાનિસ્તાન ચાલ્યો જા અને રસ્તામાં જે કોઈ પણ મળે તેને કહેતો જજે કે મેં નાલંદા સળગાવી હતી અને પછી મને રાજા પૃથુ મળી ગયા. બસ આટલું જ કહેજે લોકોને.

ખિલજી આખા રસ્તે એટલો અપમાનિત થયો કે તેની પુરી વાત સાંભળીને તેનાજ ભત્રીજા અલી મર્દાને તેનું મસ્તક ધડથી અલગ કરી નાંખ્યું. પરંતુ દુઃખ ની વાત તો એ છે કે આ બખ્તિયાર ખિલજી ના નામ પર બિહાર માં એક પ્રદેશનું નામ બખ્તિયારપુર છે. એટલું જ નહીં પણ ત્યાં રેલ્વે જંકશન નું નામ પણ બખ્તિયારપુર જંકશન છે. જયારે આપણા મહાન રાજા પૃથુ નો શિલાલેખ પણ માંડ માંડ શોધ્યો મળે છે.

Previous articleગરૂડ પુરાણઃ હસતા-રમતા સુખી પરિવારમાં પણ ક્લેશ ઉભો કરી શકે છે આ આદતો
Next articleચોટીલાની શ્રી ચામુંડા માતાને ચંડી ચામુંડા શા માટે કહે છે ? 100% તમે આ નહીં જાણતા હોવ