આજે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ થયો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. યાત્રાધામ દ્વારકા અને કલ્યાણપુરમાં 2 કલાકમાં 2.5 ઈંચ અને ખંભાળિયા પંથકમાં 2 કલાકમાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. શહેરી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળાઓ ભરાય ગયા છે. દ્વારકાની વાત કરીએ તો, તીન બત્તી ચોક, ઈસ્કોન ગેટ મુખ્ય બજારમાં પાણી ભરાઈ ગયા છે. સાથે જ ભાટિયાના મુખ્ય બજાર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે. જ્યારે ખંભાળિયાના કેશોદ, માંજા, ભલથર, ભાટગામ, પીપરીયા વિસ્તારમાં અનેક ચેક ડેમો છલકાઈ ગયા છે.
લવ જેહાદની સનસનીખેજ ઘટના: વડોદરાના બિલ્ડરની દીકરીને શરીર પર બ્લૅડના 500 ઘા મારવા મજબૂર કરી
દ્વારકામાં ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ અને સૌરાષ્ટ્રમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની આગાહી છે. તેમજ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ગુજરાતમાં 6, 7 અને 8 જુલાઈએ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે દ્વારકાનું તંત્ર સતર્ક બન્યું છે.
કલેક્ટરે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું
બીજી તરફ હવામાન વિભાગની આગાહીના પગલે દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તેથી દ્વારકા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ અંગે દ્વારકાના જિલ્લા કલેક્ટર મુકેશ પંડ્યાએ જણાવ્યું હતું કે સમગ્ર દ્વારકા જિલ્લામાં 7 થી 9 સુધી ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા તંત્રને નિર્દેશ આપવામાં આવ્યો છે. તમામ જિલ્લા અધિકારીઓને હેડક્વાર્ટર ના છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. આથી ભારે વરસાદની સ્થિતિને લઈને હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. દ્વારકાના નાગરિકોને ફોન નંબર 02833232215 તેમજ ટોલ ફ્રી 1077 અને 7859923844 પર જાણ કરવા જણાવાયું છે. નીચાણવાળા વિસ્તારોમાં અવર જવર પ્રતિબંધિત છે. આ સાથે જોખમી રસ્તાઓ પર બેરિકેડ લગાવવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.
વરસાદમાં મજા કરવા દીવ જવાના હોય તો ખાસ ધ્યાન રાખજો, નહિ થાય ત્રણ દિવસ ‘છાંટાપાણી’
દ્વારકા શહેરના માર્ગો પર પાણી ભરાયા હતા
યાત્રાધામ દ્વારકામાં ગત મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે દ્વારકા નગરમાં પાણી ભરાયા છે. શહેરના ઇસ્કોન ગેટ, જૂની નગરપાલિકા, નવી નગરપાલિકા સહિતના વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા છે. થોડીવારના મુશળધાર વરસાદે પ્રિ-મોન્સુન કામગીરીને ખુલ્લો પાડી દીધી છે. દ્વારકા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
ખંભાળિયામાં 2.5 ઈંચ વરસાદ પડ્યો હતો
મોડી રાત્રી બાદ આજે દ્વારકાના ખંભાળિયા તાલુકામાં વરસાદી માહોલ ફરી વળ્યો છે. ખંભાળિયા તાલુકાના ભાડથર, ભંવરી, ભીંડા, લાલુકા, કેશોદ સહિતના ગામોમાં 2 થી 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળા છલકાઈ ગયા છે.
કયો નિયમ તોડવા માટે કેટલા રૂપિયાનો દંડ કરવામાં આવે છે, અહીંયા જુઓ લિસ્ટ અને થઈ જાઓ સાવચેત
કલ્યાણપુરમાં 3 ઈંચ વરસાદ
કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં ફરી ભારે વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદના કારણે ભાટિયાના બજારોમાં પાણી ભરાઈ ગયા છે. અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ગઈકાલે રાત્રે 3 ઈંચ વરસાદ પડ્યા બાદ ફરી વરસાદ શરૂ થતા કેસરીયા તળાવમાં નવા પાણી આવ્યા છે.