Home ખબર આશ્ચર્ય: થોડા કલાકો પહેલા અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો તે દીકરો ચાર કલાકમાં જીવતો...

આશ્ચર્ય: થોડા કલાકો પહેલા અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો તે દીકરો ચાર કલાકમાં જીવતો ઘરે પાછો આવ્યો..

58

અત્યાર સુધી તમે હિન્દી સિરિયલો, ફિલ્મો અને નાટકોમાં જોયું જ હશે કે મૃત વ્યક્તિ જીવતો પાછો આવે છે, પરંતુ વાસ્તવમાં એવું છે.થોડા કલાકો પહેલાં જ જેનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે અચાનક ઘરમાં પ્રવેશ કરતા પરિવારને હચમચાવી દીધો છે. પરિવારને હસવું કે શોક વ્યકત કરવો તેની ખબરજ ના પડી. પરંતુ ચાલો જાણીએ કે આવું કઈ રીતે થયું.

ગુજરાતમાં આવેલા વડોદરાના દુમાડ ચોકડી પાસે હાઇવે પરથી પોલીસને 45 વર્ષીય યુવકની લાશ મળી આવી હતી. જે બાદ પોલીસ દ્વારા ઓળખ માટે તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ તસવીર વાઘોડિયા સોમેશ્વરપુરા ગામના રહેવાસી શનાભાઈએ જોઈ હતી, જેમણે પોલીસને જણાવ્યું હતું કે લાશ તેમના પુત્ર સંજયની છે. સંજયના મૃત્યુના સમાચાર સાંભળી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પરિવારે ભારે હૈયે સંજયના અંતિમ સંસ્કાર કર્યા હતા. સ્મશાનમાં દાહ આપીને પરિવાર ઘરે પહોંચ્યો હતો. બપોરે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને સાંજે એ જ પુત્ર સંજય જીવતો ઘરે પાછો આવ્યો હતો.

સંજયને પોતાના પગ પર ઊભો જોઈ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. પરિવારના લોકોના થોડી વાર તો હોશ જ ઉડી ગયા. શરૂઆતમાં કોઈને કંઈ સમજાયું નહીં. અગ્નિ સંસ્કાર આપવામાં આવેલો પુત્ર જીવતો કેવી રીતે પાછો આવી શકે? પરંતુ સંજય જીવિત હોવાની જાણ થતાં જ પરિવારજનોની ખુશીનો પાર ન હતો.

હવે ચાલો જોઈએ કે તે કેવી રીતે થયું …
આ કેવી રીતે થયું તેના પર નજર કરીએ તો સંજય અને તેની લાશ વચ્ચે ઘણી સામ્યતા હતી. દેખાવ, શરીરનું કદ, ઉંમર લગભગ સરખી હતી. જેથી પરિવારના સભ્યો પણ પુત્રને ઓળખવામાં નિષ્ફળ રહ્યા હતા. આવી સ્થિતિમાં પરિવારને પોતાની ભૂલનો અહેસાસ થતા તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા. અને સંપૂર્ણ માહિતી પોલીસ અધિકારીઓને આપવામાં આવી.

બીજી તરફ પોલીસે આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, સંજયના પિતાએ કહ્યું હતું કે લાશ તેમની જ છે તેથી જો પિતા હા કહે તો અમારે લાશ સોંપવી પડે. પિતાએ આવીને લાશ વિશે ખુલાસો કરતા હવે અમે હવે ફરીથી અજાણી લાશ વિશે જાહેરાત કરી છે. અને તેની ઓળખ માટે આગળની કાર્યવાહી કરીશું.