અંગદાન અંગે લોકોમાં હવે જાગૃતિ આવી છે. અંગદાન દ્વારા લોકોમાં પરિવર્તનનો દર વધી રહ્યો છે. ત્યારે અકસ્માતમાં રાજકોટની એક મહિલાનું મો:ત થયું હતું. ત્યારબાદ તેમના પરિવારે અંગોનું દાન કરીને પાંચ લોકોના જીવ બચાવવાનો નિર્ણય કર્યો.
29 જૂનના રોજ દમયંતીબેન તેમના પતિ ભરતભાઈ સુતરિયા સાથે કોઈ સંબંધીના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે અનિડા ગામ જઈ રહ્યા હતા. ત્યારે નવા 150 ફૂટ રીંગ રોડ પર બનાવેલ સ્પીડ બ્રેકર અંગે ભરતભાઈને જાણ ન હતી. જેથી તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું. જેના કારણે દમયંતીબેન રોડ પર પડી ગયા હતા. રોડ પર પટકાયા બાદ તેના કાન અને નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.
બપોરે 2.30 વાગ્યાની આસપાસ કોઈ રાહદારી તેમને હોસ્પિટલ લઈ ગયા. દમયંતીબેનનું અહીં તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર કારગત નીવડી ન હોવાથી ગઈકાલે દમયંતીબેનને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવતા પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો.
જો માતા કે પિતા અથવા કુટુંબના કોઈ સભ્યનું અણધાર્યું અવસાન થાય તો કુટુંબ તૂટી જાય છે અને તેમનું દુઃખ અસહ્ય હોય છે. તેમાં પણ ખાસ કરીને માતા જતી રહે ત્યારે બાળકો લાચાર બની જાય છે, તેમાં પણ દમયંતીબેનના પુત્રો કુલદીપ અને પ્રિન્સ સાથે તેમના પતિ ભરતભાઈએ પણ ઉમળકાભેર દમયંતીબેનના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ તબીબોએ તાત્કાલિક દમયંતીબેનના અંગ ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા શરૂ કરી હતી.
દમયંતીબેનનું હૃદય દાન કરી શકાય તેમ ન હોવાથી અમદાવાદમાં તેમની બંને આંખો, કિડની અને લીવરનું દાન કરવામાં આવ્યું છે.