પિતાનું કોરોનામાં અવસાન થયું અને બહેનના લગ્નમાં ભાઈ પિતાને લઈને આવ્યો, વીડિયો તમારું દિલ જીતી લેશે

79

સોશિયલ મીડિયા પર તમે ઘણા દિલ જીતી લેનારા વીડિયો જોયા હશે, પરંતુ આ દિવસોમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેને જોઈને ચોક્કસ તમારી આંખોમાં આંસુ આવી જશે. આ વીડિયોમાં એક ભાઈ તેની બહેનના લગ્નમાં એક એવું કામ કરે છે કે જેની તમે ભાગ્યે જ કલ્પના કરી હશે. વીડિયોમાં તમે છોકરીના લગ્ન થતા જોઈ શકો છો. જે છોકરીના લગ્ન થઈ રહ્યા છે, તેના પિતાનું અવસાન થઇ ચૂક્યું હતું. બહેનના લગ્નમાં ભાઈએ એવું કામ કર્યું કે તમારું હૃદય સ્પર્શી જશે.

પિતાનું કોરોનામાં અવસાન થયું અને બહેનના લગ્નમાં ભાઈ પિતાને લઈને આવ્યો, વીડિયો તમારું દિલ જીતી લેશે

આપણે બધા જાણીએ છીએ કે કોઈપણ ભાઈ-બહેન એકબીજા સાથે ખૂબ લડતા રહે છે. બીજી બાજુ, તેઓ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને તેમના માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. આ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. બહેનના લગ્નમાં ભાઈએ એક ખાસ ભેટ આપી છે, જે ખૂબ જ યાદગાર છે. ખરેખર, છોકરીના પિતાનું કોરોના વાયરસથી મૃત્યુ થયું હતું. અને કન્યા તેના લગ્નમાં તેના પિતાની હાજરી ન હોવાના કારણે ખુબ દુઃખી હતી. બહેન માટે યાદગાર દિવસ બની જાય અને બહેનના લગ્નમાં પિતાની હાજરી થઈ જાય તેથી બહેન ખુશ થઈને વિદાઈ લે તે માટે ભાઈ એ દિલને સપર્શી જાય એવું કામ કર્યું.

પિતાનું કોરોનામાં અવસાન થયું અને બહેનના લગ્નમાં ભાઈ પિતાને લઈને આવ્યો, વીડિયો તમારું દિલ જીતી લેશે

લગ્નમાં પિતાનું મીણનું પૂતળું
ભાઈએ પિતાની હાજરી ને પુરી કરવાનો પ્રયાસ કર્યો અને પિતાની મીણની પ્રતિમા બનાવીને ફંક્શનમાં લઈ આવ્યા. ફંક્શનમાં ભાઈ તેના પિતાની મીણની પ્રતિમા લઈને આવ્યો તે જોઈને દુલ્હન ખૂબ જ ભાવુક થઈ ગઈ. પિતાનું મીણનું પૂતળું જોતાં જ દુલ્હન રડવા લાગી. તમે વીડિયોમાં કન્યા સહિત તમામ સંબંધીઓની ભીની આંખો જોઈ શકો છો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હનએ તેના પિતાના પૂતળાને જોતા જ તેને ગળે લગાવી અને કિસ કરી. વિડિયો જુઓ-

આ સુંદર વીડિયો naughtyworld_ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોએ લોકોના દિલ જીતી લીધા છે. વીડિયોમાં ભાઈની સરપ્રાઈઝ ગિફ્ટ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે બધી બહેનોને આવો જ ભાઈ મળવો જોઈએ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 40 લાખથી વધુ લોકોએ જોયો છે.

Previous articleરથયાત્રાના દિવસે ટ્રાફિકમાં કે રસ્તો બંધ હોવાથી હેરાન ન થવું હોય તો જાણીલો એક ક્લીકમાં કયો રસ્તો ચાલુ છે અને કયો રસ્તો બંધ છે
Next articleકંપનીએ ભૂલથી 43 હજારને બદલે 1.4 કરોડ રૂપિયાનો પગાર ખાતામાં નાખ્યો, પછી નોકરી છોડીને ચુપચાપ રફુચક્કર થઈ ગયો.