Homeખબરવરસાદી વાતાવરણમાં જૂનાગઢનો દાતાર પર્વત સોળે કળાએ ખીલી ઉઠ્યો, ધોધ વહેતા સુંદર...

વરસાદી વાતાવરણમાં જૂનાગઢનો દાતાર પર્વત સોળે કળાએ ખીલી ઉઠ્યો, ધોધ વહેતા સુંદર દ્રશ્યો જોવા મળ્યા, જુઓ VIDEO

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. આવી સ્થિતિમાં ગુજરાતના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ક્યાંક પાણી પાણી થઈ ગયું છે. તો ક્યાંક નદીઓમાં ઘોડાપુર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. તો ક્યાંક સુંદર ધોધ વહી રહ્યો છે. આવા વાતાવરણમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. જેમાં જૂનાગઢના દાતાર પર્વત પર ધોધ વહેવા લાગ્યો છે. તો ગીર સોમનાથમાં ભારે વરસાદ બાદ ગીરગઢડામાં આવેલ દ્રોણેશ્વર ડેમ ત્રીજી વખત છલકાયો છે.
જય જય અંબે…અંબાજીમાં થતા ભાદરવી પૂનમના મેળાને લઈને મોટી જાહેરાત, માતાજી ના ભક્તો અત્યારે જ જાણીલો…

જૂનાગઢમાં ઉપલા દાતાર પર્વત પર ભારે વરસાદ પડી રહ્યો છે. દાતાર વિસ્તારના પહાડો પર 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ત્યારબાદ ભારે વરસાદને કારણે પહાડો પરથી ધોધ વહેતા થયા છે. દાતારની સીડી પર વહેતું પાણી જોઈ શકાય છે. અહીં વરસાદનો સુંદર નજારો પણ જોવા મળે છે. જે હિલ સ્ટેશન જેવું લાગે છે.
દ્વારકા, ખંભાળિયા અને કલ્યાણપુર થયું પાણી પાણી, દ્વારકામાં કલેક્ટરે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

આ સાથે જ ગીર સોમનાથના દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે. ઉપવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પુષ્કળ પાણી આવ્યું છે, પરંતુ ડેમ ઓવરફ્લો થતાં જિલ્લામાં હરખની હેલી જોવા મળી છે. ગીરગઢડા સ્થિત દ્રોણેશ્વર ડેમ ત્રીજી વખત છલકાયો છે. ગીર સોમનાથમાં ભારે વરસાદને પગલે મચ્છુન્દ્રી નદીમાંથી પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં મચ્છુન્દ્રી અને ઘોડાવડી નદીની જળસપાટીમાં વધારો થતાં દ્રોણેશ્વર ડેમ પાણીથી ભરાયો છે.
આ છે દુનિયાની સૌથી ભયાનક જગ્યા, ત્યાં જવા માટે નહિ ચાલે ખોટી ફાકા-ફોજદારી, રાખવું પડશે કાળજામાં દમ!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments