Homeખબરસરકારને પાણી કાઢવા માટે ચૂકવવા પડશે પૈસા! એપાર્ટમેન્ટ હોય કે સોસાયટી, નવો...

સરકારને પાણી કાઢવા માટે ચૂકવવા પડશે પૈસા! એપાર્ટમેન્ટ હોય કે સોસાયટી, નવો બોરવેલ હોય કે જૂનો, ફરજિયાત નોંધણી કરાવવી પડશે

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભૂગર્ભ જળની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં ભૂગર્ભજળનું સ્તર ભયજનક સ્તરે પહોંચી ગયું છે. કેન્દ્રીય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા વિગતવાર અહેવાલ મુજબ ઉત્તર ગુજરાતમાં કુલ 22 તાલુકાઓ એવા છે કે જ્યાં ભૂગર્ભજળ ખાલી થઈ ગયું છે. તેવા સરકાર હવે ભૂગર્ભજળના મુદ્દે ખૂબ જ ચિંતિત છે. સરકાર ટૂંક સમયમાં આ અંગે મોટો નિર્ણય લઈ શકે છે. આ પોલિસી હેઠળ જો જમીનમાંથી પાણી બહાર કાઢવું હોય તો સરકારને ચૂકવણી કરવી પડશે.

રથયાત્રાના દિવસે ટ્રાફિકમાં કે રસ્તો બંધ હોવાથી હેરાન ન થવું હોય તો જાણીલો એક ક્લીકમાં કયો રસ્તો ચાલુ છે અને કયો રસ્તો બંધ છે

કેન્દ્ર સરકારનો જળ સંસાધન વિભાગ ટૂંક સમયમાં બોરવેલ મુદ્દે કાયદો લાવી શકે છે. જેમાં સરકાર પાસેથી બોરવેલ માટે NOC લેવું ફરજિયાત છે. બોરવેલ બનાવવા ચાર્જ આપવો પડશે સરકારને. તેમજ નવા બોરવેલ બનાવવા માટે સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. આ માટે બોરવેલ બનાવવાના ખર્ચ ઉપરાંત, તમે ભૂગર્ભજળનું શોષણ કરી રહ્યા છો તે માટે પણ સરકારે ચાર્જ ચૂકવવો પડશે. જો કે, તેઓને એક વખતની ફી કે વાર્ષિક ફી ચૂકવવી પડશે તે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ સાથે ખેડૂતોએ પણ આ ચાર્જ ચૂકવવો પડશે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે આ ચાર્જ માત્ર નાગરિકો માટે હશે કે ઉદ્યોગો માટે.

જે રીતે જમીનમાં પાણીનું સ્તર ઊંડું જઈ રહ્યું છે, ત્યારે હવે ભૂગર્ભજળના ઉપયોગની કિંમત ચૂકવવી પડશે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા 10,000 રૂપિયાની રકમ પણ નક્કી કરવામાં આવી છે. ભૂગર્ભજળ એ સિંચાઈના મહત્વના સ્ત્રોતોમાંનું એક છે. ભારતીય ભૌગોલિક સ્થિતિ મુજબ, દેશમાં દરેક જગ્યાએ નહેર કે નદી હોવાની કોઈ યોજના નથી જેથી પૂરતું પાણી ઉપલબ્ધ થઈ શકે. લોકો સિંચાઈ માટે કૂવા ખોદે છે. બોર બનાવવા માટેની કૃષિ સિંચાઈ ક્ષેત્રે ને આ નીતિમાંથી બહાર રાખવામાં આવતા હોય છે.

ગુજરાતના ગામડામાં ગાડી ચલાવી શકાશે 100km ની સ્પીડે, 34 નેશનલ હાઈવેના કામોને મંજૂરી

કેન્દ્ર સરકારે આ અંગે નીતિ બનાવી છે. દરેક રાજ્યમાં પોલિસી લાગુ કરવા માટે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્રો પણ લખવામાં આવ્યા છે. સરકારની આ નીતિ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પણ લાગુ કરવામાં આવશે. આ નિર્ણય રહેણાંક વિસ્તારો, શહેરની સરકારી કચેરીઓ અને પાણી વિતરણ એજન્સીઓ, ઔદ્યોગિક માળખાં, ખાણ યોજનાઓ, સ્વિમિંગ અને પાણીના વ્યવસાયિક ઉપયોગના તમામ માધ્યમોને લાગુ પડશે. આ ઉપરાંત ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોની હજુ પણ વિચારણા ચાલી રહી છે. બોરવેલની નોંધણી માટે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર કમિશનમાં અરજી કરવાની રહેશે. 30 સપ્ટેમ્બરની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments