ટ્રાફિક પોલીસે નેતાની ગાડી રોકતા નેતા ગુસ્સે થઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસ સ્ટેશન પહોંચતા જે થયું…, જુઓ વિડીયો

30

સત્તાના નશામાં ચકનાચૂર થયેલા અને દબંગ નેતાઓના કારનામા તો તમે ઘણી જગ્યાએ જોયા હશે. પણ નેતાઓના સગાસંબંધીઓનો દબદબો પણ એટલો વધી ગયો કે, એક ટ્રાફિક પોલીસને બધાની વચ્ચે રડવાનો વારો આવ્યો હતો, આવું કદાચ તમે ક્યાંય નહીં જોયું હોય. ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક ટ્રાફિક પોલીસ સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાના સંબંધીઓએ એટલી ખરાબ રીતે વર્તન કર્યું કે, ટ્રાફિક પોલીસ રીતસરનો રડવા લાગ્યો હતો.

વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોબાળો મચી ગયો હતો. સમાજવાદી પાર્ટીએ આ સમગ્ર મામલે સત્તાધારી ભાજપનો ઘેરાવ કર્યો હતો. પોલીસ પ્રશાસન તરફથી આરોપી નેતાના સંબંધીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની વાત કહી છે.

ગાડીમાં સાયરન લગાડેલુ હોવાના કારણે ટ્રાફિક પોલીસે ફોટો પાડ્યો:
આ વિડિઓ ઉન્નાવનો છે. ટ્રાફિક પોલીસ કર્મીચારી પોલીસ સ્ટેશનમાં પોક મુકીને રડતા દેખાઈ રહ્યા છે. હકીકતમાં જોઈએ તો, ઉન્નાવના ગાંધીનગરમાંથી એક સફેદ રંગની ગાડી પસાર થઈ રહી હતી. ડ્યૂટી પર તૈનાત ટ્રાફિક પોલીસે ગાડીનો ફોટો પાડ્યો અને તેને રોકવાની કોશિશ કરી. કહેવાય છે કે, ગાડીમાં સાયરન લગાવેલું હતું. જેના કારણે ટ્રાફિક પોલીસે તેને રોક્યો હતો.

ટ્રાફિક પોલીસને કહ્યું- તારી શું હૈસિયત છે?
ટ્રાફિક પોલીસ દ્વારા ગાડી રોકવા પર તેમાં બેઠેલા લોકોનો પિત્તો ગયો હતો. રસ્તાની વચ્ચે ટ્રાફિક પોલીસ સાથે અભદ્રતાથી વર્તન કરવા લાગ્યા અને કહ્યું કે, તારી શું ઔકાત છે. મેમો ફાડ, હું તને જેલમાં નખાવી દઈશ. નહીં તો કલેક્ટર સાથે વાત કરીશ.

પોલીસ સ્ટેશનમાં ઈંસ્પેક્ટર સામે પોક મુકીના રડ્યા ટ્રાફિક પોલીસ:
ગાડીમાં બેઠેલા લોકો આખો મામલો લઈને પોલીસ સ્ટેશનમાં આવ્યા અને ટ્રાફિક પોલીસને ઈંસ્પેક્ટર સામે ઊભા રાખી દીધો. અહીંયા પણ ટ્રાફિક પોલીસ સાથે તોછડાઈ કરવામાં આવી. ટ્રાફિક પોલીસને એટલો હેરાન કર્યો હતો, તે ઈંસ્પેક્ટરની સામે રડવા લાગ્યો હતો. વાયરલ વિડીઓમાં ઈંસ્પેક્ટર કહી રહ્યા છે કે, ભૂલ તમારા લોકોની છે, અમારી નહીં, ગાડીમાં તમને સાયરન લગાવાનો અધિકાર નથી, એટલા માટે ફોટો પાડ્યો છે.

વિડિઓ વાયરલ થતાં સપાએ ભાજપ સરકાર પર ટાર્ગેટ કર્યો:
વાયરલ વિડિઓને લઈને સમાજવાદી પાર્ટીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સમાજવાદી પાર્ટીના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટથી વિડિઓ શેર કરતા લખ્યું છે કે, રસ્તાની વચ્ચે ભીડ વચ્ચે પોતાની ઈજ્જત અને વર્દીની ઈજ્જત ખોઈ બેઠેલા આ પોલીસ જવાન પોલીસ સ્ટેશનમાં પોક મુકીને રડી રહ્યા છે. તમે બુલડોઝર આ ગુંડા, મવાલી અને દબંગ ભાજપાઈઓ પર ક્યારે ચલાવશે, જે આપના રાજમાં કાયદા પોતાના પગ તળે રાખી ઠોકર મારી રખડતા ખુલ્લા સાંઢની માફક સત્તાના નશામાં કુદી રહ્યા છે.

Previous articleજાણો ‘કરણ-અર્જુન’ના ‘મુનશીજી’ હોય કે પછી ‘ગુપ્ત’ મુવીના ‘હવલદાર પાંડુ’ દરેક પાત્રને યાદગાર બનાવનાર અશોક સરાફની સફળતાની કહાની…
Next articleસલામ છે આ ASP ઓફિસરને! લગ્નના એક દિવસ પહેલા દુલ્હનના સપના આગમાં બળી ગયા તો આ ASP ઓફિસરે 15 કલાકમાં 30 લાખ ભેગા કરીને કરાવ્યા લગ્ન…