શનિવારે રાત્રે 8.45 કલાકે સમગ્ર કચ્છમાં આકાશી મોતીની હરોળથી ઝળહળી ઉઠ્યું હતું. જોનારા લોકોમાં ઘણા બધા સવાલ ઉભા થયા હતા. આ ઘટના શરૂઆતમાં વિચિત્ર લાગતી હતી, પછીથી સ્ટારલિંક હોવાનું બહાર આવ્યું હતું. સોમનાથ અને અમરેલી જિલ્લામાં પણ આવો જ આકાશી નજારો જોવા મળ્યો હતો. નખત્રાણા તાલુકાના ઉખેડા ગામના સરપંચ તુષાર ગોસ્વામીએ ગઈકાલે રાત્રે 9 વાગ્યાની આસપાસ આ સ્ટારલિંક જોઈ હતી. જે દ્રશ્યો તેણે કેમેરામાં કેદ કર્યા હતા.
સ્ટારલિંક એ ઉપગ્રહોનું જૂથ છે જે ઇન્ટરનેટ ઍક્સેસ પ્રદાન કરે છે
આ મામલા સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્ટારલિંક એ એલોન મસ્કની કંપની છે જે સમગ્ર વિશ્વમાં સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ સુવિધા આપવા જઈ રહી છે, તેનું કામ સ્ટારલિંક કંપની કરશે. આ માટે કંપનીએ સેટેલાઇટ ઉપગ્રહો નો સમૂહ અવકાશમાં મોકલ્યો છે. તેને સ્ટારલિંક કહેવામાં આવે છે.
સ્પેસએક્સ 2019થી સ્ટારલિંક ઉપગ્રહો લોન્ચ કરવાનું શરૂ કર્યું
વિકિપીડિયા અનુસાર, Starlink એ SpaceX દ્વારા સંચાલિત ઉપગ્રહ ઇન્ટરનેટ તારા મંડળ છે. જે 34 દેશોને સેટેલાઇટ ઇન્ટરનેટ એક્સેસ કવરેજ પૂરું પાડે છે. તેનો હેતુ વૈશ્વિક કવરેજ મેળવવાનો છે. SpaceX એ 2019 માં સ્ટારલિંક ઉપગ્રહો લોન્ચ કર્યા હતા. મે 2022 સુધીમાં સ્ટારલિંકે લો અર્થ ઓર્બિટ (LEO)માં 2,400 થી વધુ નાના ઉપગ્રહોનું મોટા પાયે ઉત્પાદન સામેલ છે. જે નિયુક્ત ગ્રાઉન્ડ ટ્રાન્સસીવર્સ સાથે વાતચીત કરે છે. ઇલોન મસ્ક સેટેલાઇટ દ્વારા લોકોને ઇન્ટરનેટ પણ આપી રહ્યા છે અને હવે તેને વધારવા માટે વધુ સેટેલાઇટ મોકલવાની તૈયારી કરી રહ્યા છે.