ચહેરા પર પાવડર અને હોઠ પર ડાર્ક લિપસ્ટિક- આ અમારો મેકઅપ છે. અમે શણગારેલી બાલ્કનીમાં ઉભા છીએ. અમારું કામ પસાર થતા લોકોને સંકેત આપવાનું અને તેમને અમારી પાસે બોલાવવાનું છે. હાવભાવ જેટલો નખરાળો હશે તેટલી વધુ ગેરંટી ગ્રાહક મળવાની. અને જો તે ભી કામ ના કરે તો અમે રસ્તા પર ઉભા રહીને ગ્રાહકને ઈશારા કરીયે છીએ અને ગ્રાહકનો હાથ પકડીને ઉપરના માળે રૂમ માં લઇ જઈએ છીએ.
હવે તે આવનાર થોડા સમય માટે મારા મેહમાન છે. ભલે તેના મોઢામાંથી દારૂની વાસ આવતી હોઈ કે કંઈક અલગ માંગ કરતો હોઈ પણ અમારે તેનું પાલન કરવું પડશે. ગુલાબી નાઈટ ગાઉન સાથે કાનમાં સુંદર બંટી પહેરેલી નીરજા પોતાની દિનચર્યા કહી રહી હતી. સુંદર નાનકડા ચહેરા પર થાકેલી આંખો દેખાય રહી હતી. તેને યાદ નથી કે છેલ્લી વખત તે આખી રાત શાંતિથી ક્યારે સૂઈ હતી. તેણી કહે છે- લોકો આરામ કરવા માટે પથારીમાં આવે છે. પથારી એ આરામ કરવાની જગ્યા છે, પરંતુ અમારા માટે તે અમારી ઓફિસ છે. આ અમારો ધંધો છે. ગ્રાહકો અહીં ચાદર કરતાં વધુ બદલાઈ છે. શું કોઈને આવી સ્થિતિમાં ઊંઘ આવે ખરી?
વાત કરીએ શરૂઆતથી, વૈવાહિક બળાત્કારની ટ્રાયલ દરમિયાન, દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે સેક્સ વર્કર્સને પણ ના કહેવાનો અધિકાર છે, પરંતુ પત્નીઓને નથી. કોર્ટે આ મામલે પૂછ્યું છે કે શું સેક્સ વર્કર્સ પાસે ખરેખર પોતાની સ્વતંત્રા છે કે તેઓ પોતાની મરજી થી ગ્રાહકોને પસંદ કરી શકે? આ સમજવા માટે અમે પહોંચી ગયા જીબી રોડ, દિલ્હીના રેડ લાઈટ એરિયા! અહીં 30થી વધુ રૂમ છે, જ્યાં 2 હજારથી વધુ સેક્સ વર્કર કામ કરે છે. ચોક્કસ ડેટા કોઈને ખબર નથી.
નીચે હાર્ડવેર અથવા બાથરૂમ ફિટિંગની દુકાનો સંપૂર્ણપણે અલગ વ્યવસાય છે. અજમેરી ગેટ પર પહોંચતા જ આ રૂમની ગંધ તમારા નાકમાં આવવા લાગે છે. સસ્તા પરફ્યુમની ગંધ. આલ્કોહોલની દુર્ગંધ, અને તેનાથી પણ વધુ દુર્ગંધ જે વર્ષોથી ઉદાસ ઘરોમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી રહી છે. જો તમે ગ્રાહક ન હોવ તો આ રૂમમાં તમે જઈ શકતા નથી. મેં એક એનજીઓ દ્વારા તેમને મળવા માટે સમય માંગ્યો, તેણે કહ્યું કે અહીં કોઈ સવાર નથી, અમે આખી રાત જાગીએ છીએ એટલે તમે દિવસ દરમિયાન અમને મળી શકતા નથી.
જ્યારે આપડે આકરા તડકામાં એસી રૂમમાં સૂઈએ છીએ, ત્યારે અહીંની છોકરીઓ ગ્રાહકો શોધવા રસ્તા પર ફરતી હોય છે કેમ કે તેને બીજા દિવસના ખાવા માટે પૈસાની શોધ કરવી પડે છે. અજમેરી ગેટ પર બે છોકરાઓ મને લેવા આવ્યા – એક વીસ વર્ષનો, બીજો માંડ દસ વર્ષનો. રસ્તામાં સ્વામી શ્રધ્ધાનંદ માર્ગનું રોડ સાઇન દેખાય છે જે કઈ દિશામાં જય રહ્યા છીએ તેનો ખ્યાલ આપે છે. હું રસ્તા પર ઉભો રહીને એક ફોટો પાડ્યો, તે દરમિયાન ઘણી આંખો મારી સામે જોવા લાગે છે. સાથે આવેલા બાળકોના બદલાતા ચહેરા જોઈને હું ઝડપથી તેમની પાછળ ચાલવા લાગ્યો. બિલ્ડિંગની નીચે એક વડીલે કહ્યું “તમે ઉપરના માળે જાઓ તો ફોટા ના પાડતા. કોઈ જોશે તો તકલીફ થશે.
દુકાનો કરતાં વધુ રૂમો છે. દરેક રૂમ એક નંબર ધરાવે છે. અને અમે સીડીઓ ચડીયે છીએ. કેટલાક રૂમ બંધ છે તો કેટલીક છોકરીઓ બહાર ઊભી હતી. ત્યાં તે સ્ત્રી આવે છે જેની સાથે મારે વાત કરવાની હતી. વર્ષોથી અહીં રહેતી નિમ્મોએ શૂટિંગ કરવાની ના પાડી હતી. તેમણે કહ્યું “જો બાળકોના મિત્રો ઓળખી જશે તો મુશ્કેલી ઉભી થશે,”
તેને યાદ કરતા-કરતા કહ્યું – હું ગરીબ ઘરની છું. પરિચિતે દિલ્હીમાં કામ અપાવાનું વચન આપ્યું હતું. હું એક નાના શહેરથી છુ. દિલ્હીનું નામ સાંભળતા જ મને ડર લાગતો હતો પરંતુ તેના નાના ભાઈ-બહેનોની ભૂખ આગળ હું હારી ગઈ. મને કામ અપવાનું વચન આપીને અહીં લઈ આવ્યા. હું ગરીબ હતી પણ મારું ઘર મોટું, હવાવાળું હતું. મેં બહાર નીકળવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ નીકળી શકી નહીં. મને ખૂબ જ ખરાબ રીતે મારવામાં આવતી.
મેં કહ્યું મારે દિલ્હીમાં નથી રહેવું મને ઘરે જવા દો, હું ધંધો નહીં કરું કહેતા એક વ્યક્તિએ મને રાક્ષસની જેમ મારવાનું શરૂ કર્યું. દિલ્હી શહેરમાં આ મારું સ્વાગત હતું. બે રાત પછી મારો સોદો ફાઈનલ થઈ ગયો. હું પંદર વર્ષહતી અને તે 40 કે તેથી વધુ વર્ષનો હતો. મારા માટે આ પ્રથમ વખત હતું. તેણે મારી સાથે જબરદસ્તીથી કામ કર્યું. કામના પૈસા તો મળ્યા પણ તેના માટે મારે ઘણી મોટી કિંમત ચૂકવવી પડી. તેણે મારી સાથે એવું જ કર્યું જેવું એક નાનું બાળક જ્યારે પ્લાસ્ટિકના રમકડાંને મરોડતો હોય. હું નાની હતી એટલે મારો ભાવ ઘણા દિવસો સુધી ઉંચો હતો.
મેં પૂછ્યું- તમે ઘણા લોકોને મળ્યા, કોઈ તમને ગમ્યું? નિમ્મોએ મોટેથી જવાબ આપ્યો કે મને ગમ્યો હોય તે આવવાનું બંધ કરી દે કારણ કે તે બધા એકને એક મારા શરીરથી કંટાળી ગયા હોઈ. કોઈએ તમને ક્યારેય કહ્યું કે ચાલો મારી સાથે ઘરે જઈએ.? નીમ્મોએ કહ્યું- જયારે ગ્રાહક નશામાં હોય ત્યારે ઘણી બધી પ્રેમની વાતો કરે છે પણ જેવો નસો ઉતરે એટલે ધંધાવાળી કહી ને ધુત્કારીને જતા રહે.
શું તમને ક્યારેય કોઈ ગેસ્ટને તમે ના પાડી છે- તેણે થોડુ વિચારીને જવાબ આપ્યો – શરૂઆતમાં ઘણી જબરદસ્તી થતી. ન માનવા પર મારપીટ અલગથી થતી. જે કોઈ પણ આવે મનમાની કરીને જતુ રહેતું. હું રડતી રહેતી હતી. હવે 20-22 વર્ષથી વધુ સમય થઈ ગયો. ગંદકીમાં રહીને હવે તેની આદત થઈ ગઈ છે. કોઈ દારુના નશામાં ચૂર થઈને ગંદી ડિમાન્ડ કરતા હોય છે તો કોઈ એવુ કરે કે શરીર સહન જ ના કરી શકે, હું એવા લોકોને ભગાડી દઉં છું.
કોન્ડોમના વપરાશ અંગે તેણે કહ્યું- અમારી પાસે કોન્ડ્રોમ નો સ્ટોક હોય છે, તેના વગર અમે કામ નથી કરતા. આ વાત કરતા જ મેં તેના ગળામાં મંગળસૂત્ર જોયું, હું પુછુ એના પહેલા જ તેણે સામેથી જવાબ આપ્યો- ના હું પરિણિત નથી, હા પણ બાળકો જરુર છે. વચ્ચે એક ગ્રાહક થોડા થોડા દિવસે આવતો રહેતો હતો, ઘણા વર્ષો સુધી આવતો રહ્યો, હું જાણતી હતી કે તે લગ્ન નહીં કરે પરંતુ હું પોતાને પરિણિત માનવા લાગી. અમુક વર્ષો પછી તેણે આવવાનું બંધ કરી દીધું. ક્યારેય બાળકોના ખબર-અંતર પૂછ્યા એણે? મારા આ સવાલ પર તેણી એ ના પાડી દીધી.
મારા બાળકને હું ફોન આપી બીજા રુમમાં સૂવડાઈ દઉ છું. મોટો થશે ત્યારે યુનિવર્સિટીમાં મુકી દઈશ જેથી કરીને અહીંની ગંદકી જોવી ન પડે. તે ભણીગણીને મોટા થાય અને મને અહીંથી નીકાળે તે આશાએ હું તેના અભ્યાસમાં કોઈ સમાધાન નથી કરતી. મારી સાથે આવેલા NGOના એક ઓફિસરે મને જણાવ્યું કે અહીંની સ્ત્રીઓનું જીવન એટલુ નર્ક જેવુ હોય છે કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. તેઓ હોસ્પિટલમાં જાય અને સ્ટાફ અડ્રેસમાં જી.બી રોડ જોવે તો ત્યાં પણ તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે.
અહીં 15 વર્ષથી લઈને 70 વર્ષની સ્ત્રીઓ કામ કરે છે, પરિસ્થિતિ એટલી ખરાબ છે કે શરીરમાં 17 બિમારીઓ હોવા છતા તેમને આ કામ કરવુ પડે છે. સેક્સ વર્કરને વૃદ્ધ થવાની છૂટ નથી. (ઈન્ટરવ્યૂ કોઓર્ડિનેશન- Light up ngo, જે દિલ્હીમાં સેક્સ વર્કર્સના બાળકો પર કામ કરે છે. તે સિવાય વર્કર્સના નામ બદલવામાં આવ્યા છે)