આજે વાત કરીશું ચટપટ ભોજનની. આમ તો દિલ્હી એનસીઆરમાં તેની ઉપલ્બતા મુશ્કેલ છે પરંતુ ગુજરાતથી લઈને મુંબઈ સુધી આ ડીશ છવાયેલી જ રહે છે. તેનું નામ છે ”દાબેલી” આ દેશમાં દેસી બર્ગર પણ કહેવાય છે. આ અનેક ભોજનનું મિશ્રણ છે. તેને જોઈ તમને વડા પાવની યાદ આવશે, પરંતુ સાથે જ બર્ગરનો ઉલ્લેખ તો પહેલા જ કરી દીધો છે. આમ તો આ સંપૂર્ણ રીતે ગુજરાતી ડિશ છે, પરંતુ મુંબઈમાં પણ ખૂબ ખાવામાં આવે છે.
ઈતિહાસમાં દાબેલી
તેનો ઈતિહાસ ખૂબ જૂનો છે. ગુજરાતના કચ્છમાં કેશવ જી ગાભા ચૂડાસમાં ઉર્ફે કેશા માલમે તેને સૌથી પહેલા બનાવી હતી. ઈ.સ 1960માં બનાવવામાં આવેલી આ વાનગી લોકોને એટલી પસંદ આવી કે જોતા જોતમાં આ અનેક રાજ્યોમાં ફેલાય ગઈ. તેની શરૂઆત ”એક આનાથી” થઈ હતી. આજે પણ આ 10 થી 15 રૂપિયમાં મળી રહે છે. દાબેલી એટલે ”દબાયેલી” આ જ તેના નામનું રહસ્ય છે.
થોડો મીઠો છે સ્વાદ
પહેલા તમને જણાવી દીધું હતું કે આ એક ગુજરાતી ડીશ છે તો તેમાં મીઠાસ ભરપૂર હોય છે. બે પાવ (બ્રેડ)ના વચ્ચે જે મસાલા હોય છે તે જ અસલી સ્વાદ છે. તેની મુખ્ય સામગ્રી બટાકા તો હોય જ છે, સાથે જ સ્વાદનો અસલી ખેલ ચટણી કરે છે. આ ચટણીમાં આમલી, ખજૂર, લસણ અને મરચુ સાથે એક ખાસ મસાલા પણ પડે છે. જે અસલમાં તેને ખાટી-મીઠી બનાવી દે છે. અને તેના ઉપર સેવ જરૂર છાંટવામાં આવે છે.
આ રાજ્યોમાં છે પ્રખ્યાત
ગુજરાતમાં તો દરેક શહેરમાં તમને દાબેલી મળી જશે. કોઈપણ સ્ટેશનથી ઉતરતા જ તમને એક-બે મોટા બોર્ડ ”દાબેલી”ના જોવા મળશે. પરંતુ આ ઉપરાંત મહારાષ્ટ્ર, તેલંગાના, કર્નાટક અને રાજસ્થાનમાં આ વાનગી છવાયેલી છે. દિલ્હીમાં પણ દાબેલીની ઘણીઓ લારી છે. સાથે ઈન્દોર અને ભોપાલમાં પણ તેનો સ્વાદ માણવામાં આવે છે, જો કે સ્થાન બદલવા સાથે તેમાં લોકલ ઈનપુટ આવવા પર સ્વાદ અલગ-અલગ તમને લાગી શકે છે. એવામાં દાબેલીની અસલી મજા લેવી છે તો તમારે કચ્છની સફળ તો એકવાર કરવી જ પડશે.