હિમાચલ પ્રદેશમાં આજે સવારે અનેક અકસ્માતો થયા છે. સેંજ ઘાટીમાં એક ખાનગી બસ ખીણમાં પડતાં શાળાના બાળકો સહિત ઓછામાં ઓછા 20 લોકોનાં મો:ત થયાં હતાં. બસમાં 45 જેટલા મુસાફરો સવાર હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, બસ સેંજ ઘાટીના શેનશરથી સેંજ જઈ રહી હતી. આ દરમિયાન જંગલા નામના સ્થળે કાંચી મોડ પર બસ બેકાબૂ બની હતી અને સીધી ખીણમાં ખાબકી હતી. બસમાં સ્થાનિક લોકો તેમજ શાળાના બાળકો સવાર હતા, જેઓ શાળાએ જઈ રહ્યા હતા. ખીણમાં બસ અકસ્માતમાં શાળાના બાળકો સહિત 20 થી વધુ લોકોના કરુણ મોત થયા છે. અત્યાર સુધીમાં 16 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ઘણા લોકો હજુ પણ ફસાયેલા છે.
કુલ્લુના એસપી ગુરુદેવ શર્માએ જણાવ્યું કે બસ દુર્ઘટનાગ્રસ્ત થવાની માહિતી મળી છે અને પોલીસ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.