બાળકનું મન કોરી પાટી જેવું હોય છે, તમે તેને જે શીખવસો તે જ તે શીખશે. બાળકને સાચું શુ ખોટું શુ તેની પરખ હોતી નથી. બાળક તેના મનમાં જે આવે છે તે કરે છે અને તેના મનમાં જે આવે છે તે બોલે છે. તેથી જ આવા માસૂમ બાળકની કામગીરીના ચારે તરફ વખાણ થઈ રહ્યા છે.
ALERT: વડોદરામાં ભયાનક મગરોનું મહેમાન બનીને શહેરમાં આંટાફેરા, પાણી ભરાતા જ સામે આવવા લાગ્યા મગરો
ભરૂચના માસુમ બાળકની કામગીરી સરાહનીય છે
એક તરફ ચારો તરફ વરસાદી માહોલને કારણે નુકસાન થયું છે, ક્યાંક ગટર ઓવરફ્લો થઈ ગઈ છે તો ક્યાંક અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હજુ સુધી લોકોના ઘરોમાંથી પાણી નીકળ્યું નથી. આવા સમયમાં એક બાળકનો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તે નંબર પ્લેટ ભેગી કરીને દિવાલ પાસે નીચે લાઈનમાં મૂકી રહ્યો છે. આ જોઈને તો એવું જ લાગે કે આ બાળકને નંબર પ્લેટ એકઠી કરવામાં શુ રસ હશે? પરંતુ લોકો નંબર પ્લેટ એકઠી કરવાના બાળકના કામના વખાણ કરી રહ્યા છે.
શ્રીલંકા ઇમર્જન્સી: રાજપક્ષે ભાગ્યા માલદીવ, વડા પ્રધાનના નિવાસને વિરોધીઓએ લગાવી આગ
50 થી વધુ નંબર પ્લેટની લાઈન કરી
આ વીડિયો ભરૂચનો છે. ભારે વરસાદ બાદ કલેક્ટર કચેરીના અંડરપાસમાં કમર સુધીના અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આટલા ભરેલા પાણીમાં વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. કમર સુધીના પાણીમાંથી મહામુસીબતે ગાડીઓ બહાર કાઢી હતી. આ દરમિયાન પાણીના જોરદાર પ્રવાહના હિસાબે અનેક વાહનોની નંબર પ્લેટ નીકળી ગઈ હતી. અને આ એજ નંબર પ્લેટ છે જે બાળક ભેગી કરીને અંડરપાસની એક તરફની દીવાલ પાસે નીચે લાઈનમાં મૂકી રહ્યો છે. પાણી નું લેવલ ઘટતાજ બાળકે અંદાજે 50 નંબર પ્લેટ ભેગી કરી હતી જેથી વાહન ચાલકોને પોતાના વાહનની સરળતાથી નંબર પ્લેટ મળી જાય. છે ને બાકી બાળકનું કામ વખાણ ને લાયક, બાળકને મનમાં પણ વિચાર નહિ હોય કે તે અજાણતા જ લોકોના મનમાં મદદ કરવાની પોઝિટિવિટી ઉભી કરી રહ્યો છે.
અતિ ભારે વરસાદથી નવસારી બન્યું ટાપુ, આકાશમાંથી લેવાયેલા ફોટોમાં જુઓ તારાજીના દ્રશ્યો