Home ખબર મારો શુ વાંક: પતિના આપઘાત પછી પત્ની અને સાસુ આરોપી બનતા 3.5...

મારો શુ વાંક: પતિના આપઘાત પછી પત્ની અને સાસુ આરોપી બનતા 3.5 વર્ષની બાળકીને કારણ વગર જેલમાં રહેવાનો વારો આવ્યો!

66

પતિની આત્મહત્યા માટે પ્રેરિત કરવાના કેસમાં આરોપી તરીકે પત્ની અને સાસુની ધરપકડ કરવામાં આવી ત્યારે વિચિત્ર સ્થિતિ સર્જાઈ. રાંદેરના એક દંપતીની સાડા ત્રણ વર્ષની બાળકીની દેખભાળ કરનાર કોઈ ન હોવાથી આરોપી માતા સાથે જેલમાં રહેવાનો વારો બાળકીનો આવ્યો.

સમગ્ર મામલામાં માતાને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી જ્યાં તેની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી હતી. કેસમાં ફરિયાદી વતી એડવોકેટ અશ્વિન જોગડિયાએ કાનૂની દલીલો રજૂ કરી હતી. આ કેસની માહિતી અનુસાર, રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પત્નીના અનૈતિક સંબંધોની માહિતી મળતા પતિએ હતાશ થઈને આત્મહત્યા કરી લીધી હતી. પતિએ તેની પત્નીનો અન્ય પુરુષ સાથે વીડિયો જોયો હતો.

આ મામલે પોલીસે મૃતકની પત્ની અને સાસુ સામે ગુનો નોંધ્યો હતો. દરમિયાન આરોપીની ધરપકડ બાદ બંનેએ જામીન માટે અરજી કરી હતી. જેની અરજી કોર્ટે દ્વારા ફગાવી દેવામાં આવી હતી, સાડા ત્રણ વર્ષની બાળકી ને કોણ રાખશે તેવો પ્રશ્ન ઉભો થતાં બાળકીને તેની માતા સાથે રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

વીડિયો સામે આવ્યા બાદ વળાંક આવ્યો કેસમાં
આત્મહત્યાના થોડા દિવસો બાદ પતિની આત્મહત્યાનો વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેણે પોતાની પત્ની વિશે ખુલાસો કરીને સમગ્ર મામલો પલટ્યો હતો. અલબત્ત, દંપતી વચ્ચેના વિવાદમાં સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકીને કારણ વગર જેલમાં રહેવું પડશે.