સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે તમારી રાતોની ઉંઘ ઉડાડી દેશે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા જંગલ વચ્ચે ગાડીમાંથી નીચે ઉતરે છે. આ દરમિયાન જંગલમાંથી એક વાઘ આવે છે અને મહિલાને ખેંચીને લઈ જાય છે.
ઘણા લોકો જંગલમાં ફરવાનું પસંદ કરે છે. જો કે, લોકોએ જંગલમાંથી મુસાફરી કરતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ, કારણ કે તે ક્યારેક જોખમી પણ બની શકે છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે તમારી રાતોની ઊંઘ હરામ કરી દેશે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા જંગલ વચ્ચે ગાડીમાંથી નીચે ઉતરી જાય છે. આ દરમિયાન જંગલમાંથી એક વાઘ આવે છે અને મહિલાને ખેંચીને લઈ જાય છે.
લગ્નના મંડપમાં દુલ્હા-દુલ્હન વચ્ચે થઈ માથાકૂટ…અને પછી સ્ટેજ પર જ થઈ થપ્પડ…જુઓ video
વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ સ્તબ્ધ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જંગલની વચ્ચેથી પસાર થતા હાઈવે પર કારમાંથી ઉતરીને મહિલા મોટી ભૂલ કરે છે, જેના માટે તેને જીવનું જોખમ ઉભું કર્યું છે. આ દરમિયાન મહિલા સાથે શું થાય છે તે જોઈને તમે દંગ રહી જશો. આ વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બીચ હાઈવે પર એક કાર ઉભી છે. આ પછી એક મહિલા તે ગાડીમાંથી નીચે ઉતરે છે. તે ફરીને કારની બીજી બાજુ જાય છે. આ દરમિયાન તે બહાર ઉભી હોય છે અને કારમાં બેઠેલા વ્યક્તિ સાથે વાત કરવા લાગે છે.
આ ગામના લોકો આખા શરીર પર લખે છે રામનું નામ, તેની પાછળનું કારણ જાણીને તમારું દિલ દ્રવી જશે.
પતિ સાથે ઝઘડો થતાં મહિલા કારમાંથી બહાર નીકળી
તમે જોઈ શકો છો કે મહિલાની કારની પાછળ વધુ બે કાર આવતી હતી તે ઉભી રહી ગઈ છે કદાચ આ બંને ગાડીઓ રોડ પર ગાડી ઉભી રાખી હોવાથી ગાડી નીકળે તેની રાહ જોતા હશે. આ દરમિયાન અચાનક એક ભયાનક વાઘ ત્યાં આવે છે. લોકો કંઈક સમજે ત્યાં સુધીમાં વાઘ મહિલાને તેના આગળના બે પગથી પકડીને ઝાડીઓમાં ખેંચી જાય છે. આ જોઈને કારમાં બેઠેલા લોકોની હાલત ખરાબ થઈ જાય છે. વાઘ જે રીતે મહિલાને ખેંચીને જંગલમાં લઇ જાય છે તે વિચારતા જ મનમાં સોપો પડી જાય છે, તે એકદમ ડરામણું લાગે છે. તમે કારમાં બેઠેલા લોકોને મહિલાને બચાવવા દોડતા જોઈ શકો છો.
જુઓ વીડિયો-
OMG!!😳😳🥹 Never get out of your car while you are passing through the route of a jungle.🙏🏼 pic.twitter.com/cdR2Yrq8Fk
— RANDOM FACTS (@RANDOMFACTS2022) July 1, 2022
પિતાનું કોરોનામાં અવસાન થયું અને બહેનના લગ્નમાં ભાઈ પિતાને લઈને આવ્યો, વીડિયો તમારું દિલ જીતી લેશે
આ વીડિયો @RANDOMFACTS2022 નામના ટ્વિટર એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયો ચીનનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયો જોઈને એક યુઝરે દાવો કર્યો કે આ વીડિયો વાઈલ્ડલાઈફ સફારીનો છે. યુઝરનો દાવો છે કે મહિલા કારમાંથી બહાર નીકળી જાય છે કારણ કે કારમાં બેઠેલા પતિ સાથે તેને ઝઘડો થઈ ગયો હતો. આ ભૂલ સ્ત્રી ને ખુબ ભારે પડી છે. રિપોર્ટ અનુસાર જ્યારે તેનો પતિ અને તેની માતા મહિલાને બચાવવા માટે કારમાંથી બહાર આવીને વાઘ પાસે જાય છે ત્યારે વાઘે તેની માતા પર હુમલો કરે છે. આ વીડિયોની તપાસ કરતા ખ્યાલ આવ્યો કે આ વીડિયો 2015 નો છે અને આ વીડિયો હમણાં સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.