ગુજરાતીઓ 1/2 દિવસની રજામાં ઘણીવાર દીવ, દમણ જવા રવાના થઈ જાય છે. તેનું કારણ ફરવા જવાનું નથી હોતું, પણ દારૂ હોય છે, કારણ કે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દારૂ પર મુક્તિ છે. ગુજરાતનો એક મોટો વર્ગ દારૂ પીવા દીવમાં જાય છે. તો જ જો તમે આજથી ત્રણ દિવસ માટે દીવ જવાના હો તો પ્લાન કેન્સલ કરી નાખજો. કારણ કે દીવમાં ત્રણ દિવસ માટે દારૂબંધી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં 5 જુલાઈથી 8 જુલાઈ સુધી આલ્કોહોલિક પીણાં પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દીવ મ્યુનિસિપલ કાઉન્સિલની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
દીવમાં આજથી 5 જુલાઇથી 8 જુલાઇ સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. દીવ મહાનગર પાલિકાની ચૂંટણી બાદ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એટલે કે આ ત્રણ દિવસ દરમિયાન દીવમાં દારૂનું વેચાણ થઈ શકશે નહીં. તમામ દુકાનો બંધ રહેશે. દીવ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 7મી જુલાઈએ યોજાશે અને 9મી જુલાઈએ પરિણામ જાહેર થશે. આદર્શ આચારસંહિતા 20 જૂનથી અમલમાં છે.
કયો નિયમ તોડવા માટે કેટલા રૂપિયાનો દંડ કરવામાં આવે છે, અહીંયા જુઓ લિસ્ટ અને થઈ જાઓ સાવચેત
ગુજરાતમાં દારૂ પીવાવાળો મોટો વર્ગ દારૂ પીવા માટે દીવ અને દમણ જાય તે હવે ખાનગી બાબત નથી, પરંતુ હાલના તબક્કે જો તમે દારૂ પીવાના ઈરાદાથી દીવ જવાનું આયોજન કર્યું હોય તો માડી વાળજો નહિ તો ત્યાં જઈને પસ્તાશો. દીવમાં નગરપાલિકાની ચૂંટણી દરમિયાન દારૂબંધી હંમેશા અમલમાં હોય છે, જેનું દીવના નાગરિકો દ્વારા ફરજિયાતપણે પાલન કરવામાં આવે છે.
દીવ મહાનગર પાલિકાની ચૂંટણી પર નજર કરીએ તો 13 વોર્ડ માટે ચૂંટણી યોજાનાર છે. જેમાં કુલ 19443 મતદારો મતદાન કરશે. 7 જુલાઈએ મતદાન થશે અને 9 જુલાઈએ પરિણામ આવશે.