Homeફિલ્મી વાતોઆ 2 બોલિવૂડ સેલેબ્રિટી પોતાના ખરાબ લુક્સના કારણ થઈ હતી રિજેક્ટ, આજે...

આ 2 બોલિવૂડ સેલેબ્રિટી પોતાના ખરાબ લુક્સના કારણ થઈ હતી રિજેક્ટ, આજે છે બધાંના ફેવરિટ

આજથી લગભગ 12 વર્ષ પહેલા જો તમારે બોલિવૂડમાં અભિનેતા બનતું હોય તો સૌથી પહેલા જરૂરી એ હતું કે તમે દેખાવમાં યોગ્ય હોય, પરંતુ આજે એવું નથી, બદલતા સમય સાથે ફિલ્મ જગત પણ ઘણું બધું બદલી ગયું છે. અને આ પ્રકારની અસર છે કે આપણે નવાજુદીન અને ઈરફાન ખાન જેવા શ્રેષ્ઠ અને ઉમદા અભિનેતા મળ્યાં છે. તો આવો વાત કરીએ કેટલાક એવા અભિનેતા અને અભિનેત્રી વિશે જે પોતાના ચહેરાના કારણ નિષ્ફળ ગઈ હતી, પરંતુ તેણે હાર ન માની અને પોતાની મહેનત અને લગનથી સફળતા પ્રાપ્ત કરીને જ રહ્યાં.

અજય દેવગણ

Happy birthday Ajay Devgn: A look at the actor's brand journey - Exchange4media
વીરૂ દેવગણ 90ના દાયકના એક ખૂબ જ પ્રખ્યાત એક્શન ડાયરેક્ટર હતાં. તેમની ઈચ્છા હતી કે તે પોતાના દીકરા અજય દેવગણને બોલિવૂડમાં લાવે, પરંતુ અજય દેવગણ જે કોઈ નિર્દેશકને મળતા તે તેના શ્યામ રંગના કારણ નકારી દેતા હતાં. પણ પિતા-પુત્રની આ જોડીએ હાર ન માની અને અજય દેવગણને તેની પહેલી ફિલ્મ ”ફૂલ” ” કાંટે ” મળી. ફિલ્મી પંડિતોએ ફિલ્મો આવતા પહેલા જ એ ભવિષ્યવાણી કરી દીધી હતી આવી શકલ વાળા હીરોની ફિલ્મ કોઈ જોવા જ નહીં જાય. પણ જ્યારે અજયની ફિલ્મ સિનેમાઘરોમાં પ્રસારિત થઈ તો ફિલ્મે સફળતાના તમામ રેકોર્ડ તોડી નાંખ્યાં.

અનુષ્કા શર્મા


અનુષ્કાએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે પોતાના શરૂઆતી દિવસોમાં ઘણાં નિર્માતા- નિર્દેશકોએ એ કહીને નકારી હતી કે તેનો ચહેરો ખૂબ સામાન્ય અને ઘરેલું પ્રકારનો છે. અને આવા ચહેરાની માંગ 80ના દાયકામાં હતી, પરંતુ આ બધું થવા છતાં અનુષ્કાએ પોતાની જિદ ન છોડી અને આજે અનુષ્કા કોઈથી કમ નથી. જો તમને લાગે છે કે તમારો રંગ શ્યામ છે અથવા તમે સારા નથી દેખાતા તો આશા કરૂ છું તે આ તમામ સફળ વ્યક્તિના જીવનની કહાની વાંચીને તમારી અંદર થોડું આત્મબળ તો આવ્યું જ હશે. મિત્રો અંતમાં સફળ, રૂપવાળા નહીં પરંતુ ગુણ વાળા જ હોય છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments