ગૌરવ! ગુજરાતના આ ગામની દિવ્યાંગ દીકરીએ પોતાની મહેનતથી નેશનલ કક્ષાએ બે ગોલ્ડ મેડલ મેળવી ગામનું નામ રોશન કર્યું…, જુઓ તસવીરો

68

આજે લોકો નાની નાની વાતોમાં હાર માની લે છે કે મારાથી કઈ નહિ થાય પણ આજે અમે તમને આણંદની એક એવી અપંગ દીકરી વિષે જણાવીશું કે જે આજે દરેક લોકો માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બની છે. આ દીકરી આણંદના નાનકડા ગામ એવા પીપળાવના રહેવાસી છે.

આ દીકરીનું નામ વેદાંશી પટેલ છે. વેદાંશી જન્મથી જ અપંગ હતી. વેદાંશી ના માતા પિતા પણ અપંગ જ હતા. માતા પિતાએ પોતાની દીકરીનો ઉછેળ ખુબજ પ્રેમ અને હૂંફથી કર્યો છે. તેમને કયારેય પોતાની દીકરીને એવું ફિલ નથી થવા દીધું કે તે અપંગ છે.

દીકરીને હંમેશા એવું જ મહેસુસ કરાવતા હતા કે દીકરી કોઈનાથી ઓછી નથી. વેદાંશીને બાળપણથી જ રમત ગમતમાં ખુબજ શોક હતો. માટે તે તેની તૈયારી કરતી હતી. દીકરી વેદાંશીએ નેશનલ લેવલ પણ યોજાયેલી સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ જીતીને પોતાના ગામના લોકોની સાથે સાથે રાજ્યનું પણ નામ રોશન કર્યું છે.

જયારે દીકરી ગોલ્ડ મેડલ જીતીને પોતાના ગામે પરત ફરી તો ગામના લોકોએ તેમનું ખુબજ ભવ્ય સ્વાગત કર્યું હતું. દરેક લોકોએ દીકરીની ખુબજ પ્રસંશા કરી હતી. આજે દરેક લોકો માટે વેદાંશી ઉત્તમ ઉદાહરણ બની છે.

અપંગ માતા પિતાને પણ આજે દીકરીની સિદ્ધિ પર ખુબજ ગર્વ મહેસુસ કરી રહ્યા છે. દીકરીની સિદ્ધિ પરથી સાબિત થાય કે કયારેય હિંમત ના હારી જવી જોઈએ પોતાની મહેનતથી લોકો પોતાને ગમતું મુકામ હાસિલ કરી શકે છે.

Previous articleજે કોર્ટમાં પિતા ટાઈપરાઈટરનું કામ કરતા હતા તે જ કોર્ટની જજ બનીને દીકરીએ પિતાનું નામ આખા દેશમાં રોશન કર્યું, તો પિતા આનંદથી ઉછળી પડ્યા.
Next articleઆ ભાઈ રસ્તા પર રખડતા અસ્થિર મગજના વ્યક્તિઓને બાળકોની જેમ સાચવીને તેમનો સહારો બન્યા છે, પોતાની બધી બચત તેમના પાછળ વાપરે છે.