માનવ જીવનમાં વૃક્ષ-છોડનું ખૂબ મોટું મહત્વ છે. વૃક્ષ-છોડ જ આ પ્રકૃતિની સંતુલને બનાવી રાખે છે. વૃક્ષ-છોડથી મનુષ્યને શુદ્ઘ ઓક્સીજન મળે છે. અને તાજી હવા અને છાયો પ્રાપ્ત થાય છે. એટલા માટે દરેક વ્યક્તિ પોતાના આજુબાજુ વૃક્ષ-છોડ અવશ્ય લગાવે છે. પરંતુ ઘરની આસપાસ કેટલાક વૃક્ષ-છોડ એવા હોય છે જે આપણાં દુર્ભાગ્યનું કારણ બની શકે છે. અને આપણે જીવનમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આવો જાણીએ આવા વૃક્ષ-છોડ વિશે. તમારી આજુબાજુ આવા સંસારના સૌથી અશુભ વૃક્ષ છોડ હોય તો તાત્કાલિક ત્યાંથી હટાવી દો. નહીતર તમારે નુકસાન વેઠવું પડશે.
સંસારના સૌથી અશુભ વૃક્ષ
ખજૂરનું વૃક્ષ
ખજૂરના વૃક્ષને ઘરની આજુબાજુ લગાવવું અશુભ માનવામાં આવે છે. જ્યોતિષ અનુસાર, કેટલાક લોકોને ખજૂરના વૃક્ષથી લાભ થાય છે, જ્યારે અમુક લોકોને ખજૂરના વૃક્ષથી ખૂબ નુકસાન થાય છે. એવા વ્યક્તિઓને આર્થિક નુકસાન વેઠવું પડે છે અને જીવનમાં આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. તેના માટે જ્યોતિષની મદદ લઈને આ વૃક્ષને ઘરથી જલ્દી હટાવી લેવું જોઈએ.
બોરડીનું વૃક્ષ
ઘરની આસપાસ બોરડીનું વૃક્ષ હોવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉતન્ન થાય છે. આથી ઘરની સુખ-શાંતિ અને સમૃદ્ધિ નષ્ટ થાય છે. અને ઘરમાં અશાંતિનું વાતાવરણ બનીને ઘરનો વિકાસ અટકી જાય છે. એટલા માટે બોરડીના વૃક્ષને ઘરની આજુબાજથી શીઘ્ર જ ખસેડી દેવા જોઈએ.
વાંસનું વક્ષ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વાંસના ઝાડને ઘરની બાજુમાં અશુભ માનવામાં આવે છે. આથી આપણાં જીવનમાં દુ:ખ દર્દ અને મુશ્કેલીઓ વધી શકે છે. તમારો આર્થિક વિકાસ અટકી શકે છે. આપણે જીવનમાં અનેક તકલીફનો સામનો કરવો પડી શકે છે. અને આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી શકે છે.