આ મહિલા પોતાની નિરાશા દૂર કરવા માટે દરરોજ મંદિરમાં જતી હતી, અને તેને મંદિરમાંથી કંઈક એવો આઈડિયા મળ્યો કે તે આજે લાખો રૂપિયાની કરી રહી છે કમાણી.

103

આપણો ભારત દેશ શ્રદ્ધાથી ભરેલો છે. જેથી તમે જે પણ ગલીમાં જશો તમને એક મંદિર જરૂરથી જોવા મળી જશે. ભકતો આસ્થાના નામ પર ભગવાનને ફૂલ ચઢાવે છે. અને એક દિવસમાં ભારતના મંદિરોમાં હજારો ટન ફૂલો ચઢાવવામાં આવે છે.

અને તે હજારો ટન ફૂલો કચરો બની જાય છે. તેનાથી ખુબજ ગંદકી ફેલાય છે. ત્યારે આજે અમે તમને એક એવી મહિલા વિષે જણાવીશું કે આ કચરાથી લાખો રૂપિયાની કમાણી કરી રહી છે.

જે કચરામાં પડેલા ફૂલોમાંથી સારી સારી વસ્તુઓ બનાવીને કરોડો રૂપિયાની કમાણી કરે છે. આ મહિલાનું નામ પૂનમ છે. પૂનમ કચરામાં પડેલા ફૂલોથી મૂર્તિઓ, ધૂપબત્તી અને મીણબત્તી જેવા પ્રોડક્ટો બનાવે છે.

અને સોસીયલ મીડિયાના માધ્યમથી પોતાના પ્રોડક્ટોનું માર્કેટિંગ કરે છે. તેને સોસીયલ મીડિયા પરથી લોકોનો સારો એવો રીસ્પોરન્સ પણ મળ્યો છે. લોકો તેમના પ્રોડક્ટો ખરીદવા માંગે છે.

તે આજે કચરા માંથી બનાવેલી વસ્તુઓથી લાખો રૂપિયાની કમાણી કરે છે. તેની સાથે તેમને ઘણા લોકોને રોજગારી પણ આપે છે. પૂનમ એક ગૃહિણી હતા. તે પોતાની હતાશાને દૂર કરવા માટે રોજ મંદિરમાં જતા હતા.

ત્યારે તેમને જોયું કે મંદિરમાં ઘણા ફૂલો વ્યર્થ જતા હતા. આ જોઈને તેમને ખુબજ દુઃખ થતું હતું માટે તેમને તે ફૂલો એકત્ર કરીને તેને સૂકવીને તેનાથી અલગ અલગ વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી અને ધીરે ધીરે લોકોને તેમના પ્રોડક્ટો સારા લાગવા લાગવ્યા અને આજે પૂનમ બેન વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. અમે તેમનું રોજ મંદિરમાં જવું તેમના માટે ખુબજ ફાયદા કારક રહ્યું.

Previous articleગુજરાતના એક ગામની મહિલાઓએ સાથે મળીને ઉભી કરી કરોડો રૂપિયાની બેન્ક અને સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું…
Next articleભોલેનાથનું આ ચમત્કારિક મંદિર કે જ્યાંના માત્ર દર્શન કરવાથી દરેક ભકતની મનોકામના પુરી થાય છે.