આ વર્ષે પટેલ પરિવાર ને મળશે ભગવાન જગન્નાથના મામેરાનો મોકો, જગન્નાથ રથયાત્રાનો લાભ લેવા અમેરિકાથી અમદાવાદમાં ધામા

27

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું ખુબ જ મહત્વ છે. સમગ્ર દેશમાં પુરી બાદ અમદાવાદની રથયાત્રા સૌથી મોટી ગણાય છે. ત્યારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગત વર્ષે કોરોનાને લીધે સાદગીથી પરંપરા નિભાવી રથયાભા યોજાઈ હતી. જો કે આ વખતે નાથની ભવ્ય રથયાત્રા નીકળવા જઈ રહી છે.

બે વર્ષ બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે, ત્યારે રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે. ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાના મામેરાના યજમાન રાજેશભાઈ પટેલનો પરિવાર બન્યો છે. પટેલ પરિવારની વર્ષોથી ઈચ્છા હતી, તે આખરે પૂરી થઈ છે.

મામેરાના યજમાન બનેલા પરિવાર સાથે ખાસ વાતચીત
ભગવાનને આ વર્ષે મામાના ઘરેથી કમળ અને ગાયના ચિન્હ વાળા પહેરવેશ અને ઘરેણા અર્પણ કરવામાં આવશે. તથા રજવાડી પાઘ અને ઝડતરના ભરતવાળા ભગવાનના વાઘા હશે, તેમજ બહેન સુભદ્રાને જે શણગાર આપવામાં આવશે, તેમાં નાકનું નથ, સાંકડા અને રજવાડી હાર હશે. આગાણી 25 અને 26 જૂને મામેરું રાજેશભાઈ પટેલના ઘરે દર્શન માટે વાજતે-ગાજતે લાવવામાં આવશે. તો પરિવારમાં ભગવાનના મામેરાને લઈભારે ઉત્સાહ છે. જાણવા મળી રહ્યું છે કે ભગવાનના વાઘા અને ઘરેણાં યજમાન દ્વારા જ ડિઝાઇન કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે છે. પરંતુ કોરોનાકાળમાં સતત બે વર્ષ સુધી ભગવાનની રથયાત્રા ભક્તો વિના જ નીકળી હતી. પરંતુ આ વર્ષે એટલે કે 1 જુલાઈએ જમાલપુર જગન્નાથ મંદિર દ્વારા ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા રંગેચંગે નીકળશે તેવું માનવામા આવી રહ્યું છે.

Previous articleઘરે બેઠા 10000 રૂપિયાથી શરૂ કરો અથાણું બનાવવાનું અને આખું વર્ષ કરો લાખોની કમાણી
Next articleભારતીય રિઝર્વ બેંક કરવા જઈ રહી છે નોટોમાં મોટા ફેરફાર! નોટો પર જોવા મળશે આ નેતાઓના ફોટા