તમે ઘણાં લોકોને વીજળીનો શોક લાગ્યો હશે તેને તો ખબર જ હશે કે વીજળી કેટલી ખતરનાક વસ્તુ હોય છે, તેમજ વીજળીનો કરન્ટ લાગવાથી ઘણાં લોકોના મોત પણ થાય છે, પરંતુ આજે અમે તમને એક એવી વ્યક્તિ વિશે જણાવીશું જે 11 હજાર વોલ્ટના વીજવારને ડર્યા વગર જ પકડી લે છે.
ત્યારે આ કામ કરવું દરેક લોકો માટે શક્ય નથી હોતું. કારણ કે, વીજળી એક એવી વસ્તુ છે જેને સૌ કોઈ માટે છેડછાડડ કરવી યોગ્ય નથી હોતી તે ગમે તે સમયે કોઈનો પણ જીવ લઈ શકે છે, પરંતુ આ વ્યક્તિને અગિયાર હજાર વોલ્ટના વીજવાયરનો જરા પણ કરન્ટ નથી લાગતો તો આવો જાણીએ કોણ છે આ વ્યક્તિ…
અમે જે યુવકની વાત કરી રહ્યાં છે તે 19 વર્ષના યુવકનું નામ દીપક કુમાર છે. જે હળિયાણાની સોનપત વિસ્તારમાં રહે છે. દીપક કોઈ પણ ચાલુ લાઈટના વાયરને ડર્યા અને ભય વગર સ્પર્શ કરી લે છે. અને ઘરના બધાં ઈલેક્ટ્રિક કામને પાવર કટ કર્યા વગર જ કરી લે છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે દીપક કુમાર ડોલમાં પાણી ભરીને તેમાં જીવતો વાયર રાખે છે છતાં તેને કોઈ પ્રકારનો શોક નથીં લાગતો.
આ અંગે દીપક કુમારનું કહેવું છે કે એકવાર તે પોતાના ઘરના છાપરા પર હતો અને ભૂલથી ત્યાથી પસાર થઈ રહેલા 11 હજાર વોલ્ટના વીજવાયરને તેણે પકડી લીધો. ત્યારે તેને ખબર પડી કે તેને ઈલેક્ટ્રિ કરન્ટની કોઈ અસર નથી પડતી. દીપક કુમાર તેને કુદરતની તરફથી મળેલી એક ભેટ સમજે છે. દીપકનું કહેવું છે કે સામાન્ય માણસ જે નથી કરી શકતું તે હું ખૂબ સરળતાથી કરી લઉં છું.