Homeખબરનીતિન પટેલે, ગુટખા-તમાકુના શોખીનો માટે આપ્યા ખરાબ સમાચાર.

નીતિન પટેલે, ગુટખા-તમાકુના શોખીનો માટે આપ્યા ખરાબ સમાચાર.

રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે આજે એક મોટી જાહેરાત કરી છે. નીતિન પટેલે કરેલી જાહેરાતના કારણે નશા બંધીઓને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતમાં ગુટખા, તમાકુના વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શૈક્ષણિક સંસ્થાની 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ દુકાનદાર કે વ્યક્તિ ગુટખા, તમાકુનું વેચાણ કરી શકશે નહીં. નીતિન પટેલે જણાવ્યું છે કે, ગુટખા અને તમાકુ વેચનારાઓ પાસેથી છેલ્લા 3 વર્ષમાં રૂપિયા 11 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ – 2006 અન્વયે રાજ્યમાં આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે આજે એક મોટી જાહેરાત કરી હતી. આ જાહેરાત પ્રમાણે રાજ્યમાં ગુટકા, તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાઈ ગયો છે.

ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

નીતિન પટેલે એ પણ કહ્યું છે કે, ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-2011 હેઠળ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે હેઠળ કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકું કે નિકોટીન હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થાય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

નીતિન પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં છે. આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

તો બીજી બાજુ રાજ્યની શૈક્ષણિક સંસ્થાની 100 વારની ત્રિજ્યામાં સિગારેટ તથા તમાકુ કે નિકોટીનનું વેચાણ કરવા માટે પ્રતિબંધનો અમલ તંત્ર દ્વારા સખત રીતે કરાયો છે. આ બાબતે છેલ્લા ત્રણ વર્ષમાં આરોગ્ય વિભાગના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આશરે 10 હજાર દુકાનદારોની તપાસ કરી આશરે રૂપિયા 11 લાખ જેટલા દંડની વસુલાત કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments