Homeજયોતિષ શાસ્ત્રશું તમને પણ આવે છે ખરાબ સપના, તો રાત્રે સુતા પહેલા કરો...

શું તમને પણ આવે છે ખરાબ સપના, તો રાત્રે સુતા પહેલા કરો આ ઉપાય…

સામાન્ય રીતે સપના દરેક લોકોને આવે છે. પછી ભલે તે બાળક હોય કે વૃદ્ધ વ્યક્તિ. સ્વપ્ન જોવું એ એક કુદરતી પ્રક્રિયા છે, પરંતુ આપણા સમાજમાં સપના વિશે ઘણી માન્યતાઓ છે. એવું માનવામાં આવે છે કે, સપના આપણને ભવિષ્યની ઘટનાઓ વિશે માહિતી આપે છે. કેટલાક સપનાનું ફળ શુભ અને કેટલાક સપનાનું ફળ અશુભ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, સપના ચાર પ્રકારના હોય છે – પ્રથમ દિવ્ય, બીજુ શુભ, ત્રીજો અશુભ અને ચોથો મિશ્ર. માન્યતા અનુસાર, આ બધા સપનાઓ આપણને ભવિષ્યમાં બનનારી સારી અને ખરાબ ઘટનાઓ વિશે જણાવે છે.

1. દિવ્ય અને શુભ સપના કામની સિદ્ધિઓ વિશે માહિતી આપે છે એટલે કે કામમાં સફળતા જેવા શુભ સપના આવે તો તે સાચા હોય છે.

2. અશુભ સપના જે તે કામ ન થવાનું સૂચવે છે અને મિશ્ર સપનાઓ મિશ્રિત ફળદાયક હોય છે.

3. સ્વપ્ન જ્યોતિષ અનુસાર, રાતના પ્રથમ પહોરમાં આવતા સ્વપ્નના પરિણામો એક વર્ષની અંદર મળે છે. બીજા પહોરમાં જોવામાં આવેલું સ્વપ્નના પરિણામો છ મહિનામાં મળે છે.

4. રાત્રીના ત્રીજા પહોરમાં જોવામાં આવેલા સ્વપ્નનું પરિણામ ત્રણ મહિનામાં મળે છે અને ચોથા પહોરમાં એટલે કે સવારમાં આવેલા સ્વપ્નના પરિણામ તરત જ મળે છે.

5. જો તમને રાત્રે કોઈ ખરાબ સ્વપ્ન આવ્યું હોય અને તમે તેના વિશે બીજા વ્યક્તિને જણાવી દો, તો તે સ્વપ્નનું ફળ નાશ થાય છે અથવા જો તમે સવારે ઉઠીને ભગવાન શંકરને નમસ્કાર કરો અને પછી તુલસીના છોડને પાણી અર્પણ કરો તો તે ખરાબ સ્વપ્નનું ફળ નાશ પામે છે.

4. રાત્રે સુતા પહેલા ભગવાન વિષ્ણુ, શંકર, મહર્ષિ અગસ્ત્ય અને કપિલ મુનિનું સ્મરણ કરવાથી સ્વપ્નો આવતા નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments