શૌચાલય સંબંધિત આ વસ્તુઓ વિષે જાણીને તમને ખરેખર આશ્ચર્ય થઇ શકે છે, જે તમે ક્યારેય જાણી નહિ હોય.

243

૧૯ નવેમ્બરના દિવસે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી કરવામા આવે છે .પરંતુ મેન્સ ડે ની સાથે વર્લ્ડ ટોઇલેટ ડે પણ દર વર્ષે એટલે કે ૧૯ નવેમ્બરના રોજ ઊજવવામા આવે છે. વિશ્વની લગભગ એક અબજ વસ્તી હજી પણ ખુલ્લામા શૌચ કરે છે. તે કોઈપણ દેશ માટે એક મોટી સમસ્યા બની ગઈ છે. જો કે છેલ્લા કેટલાક સમયમા વિવિધ દેશોની સરકારે આ સમસ્યાનો સામનો કરવા માટે ઘણા પગલાઓ ઘડવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેમ છતા તેનો સંપૂર્ણ નિરાકરણ આવી શક્યુ નથી.

તેથી વિશ્વ શૌચાલય દિવસ હવે સમગ્ર વિશ્વમા એક અલગ દ્રષ્ટિકોણથી જોવામા આવી રહ્યો છે. શૌચાલયની સમસ્યા કેટલી ગંભીર છે તેનો ખ્યાલ આનાથી આવે કે અફઘાનિસ્તાનમા ૯૦ ટકા વસ્તી ટેલિવિઝન ભલે હોય પરંતુ અહીંની સાત ટકા વસ્તીમા શૌચાલયની સુવિધા ઉપલભ્ધ નથી.

શૌચાલય વિષે અમે તમને કેટલીક રસપ્રદ અને રોચક માહિતી આપીશું જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. તમને આ જાણીને આશ્ચર્ય થશે પરંતુ વાસ્તવિકતા એ છે કે શૌચાલયની સાથે જોડાયેલ કિસ્સા ઓછા નથી જે તમને વિચારવા માટે મજબુર કરી દેશે.

૧) સિંગાપોરમા શૌચાલય ફ્લશ ન કરવુ એ કાનૂની ગુનો છે. આ માટે દંડ પણ સૂચવવામા આવ્યો છે.

૨) એકવાર શૌચાલયમા ફ્લશ થયા પછી આશરે ૨૦ થી ૨૫ લિટર પાણીનો વ્યય થાય છે.

૩) એક સંશોધન મુજબ ટોઇલેટ સીટ રોગના જીવાણુઓથી ભરેલ હોય છે.

૪) ૧૯૯૨ મા થયેલા એક સર્વેમા બ્રિટીશ શૌચાલયને વિશ્વની સૌથી ખરાબ સ્થિતિમા સ્થાન આપવામા આવ્યુ હતુ.

૫) ચીનમા કૂતરાઓ માટે એક અલગ જાહેર શૌચાલય છે જેને વિશ્વભરમા ડ્રેગન કહેવામા આવે છે.

૬) વિશ્વના સૌથી મોંઘા શૌચાલયને જોવા માટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક જવું પડશે.

૭) આ સ્ટેશન પર બનેલા શૌચાલયોની કિંમત લગભગ ૧૯ મિલિયન ડોલર છે. લગભગ ૨૦ ટકા લોકો શૌચાલયમાં ગયા પછી હાથ ધોતા નથી.

૮) ફક્ત ૩૦ ટકા લોકો હાથ ધોવા માટે સાબુનો ઉપયોગ કરે છે.

Previous article50 રૂપિયાની મજૂરીથી 15 કરોડનો ધંધો શરૂ કરનાર, હરિયાણાના એક યુવકની કહાની…
Next articleજો તમારું વિઝા નું કોઈ કામ અટકી ગયું છે તો તમે હૈદરાબાદની મુલાકાત અવશ્ય લો જેનાથી તમારૂ અધૂરા કામ જરૂરથી પુરૂ થશે.