Homeખબરટ્રકને બનાવ્યું ઘર, આ ખેડૂતની ટ્રકમાં ડ્રોઇંગ રૂમ, શૌચાલય જેવી તમામ સુવિધાઓ...

ટ્રકને બનાવ્યું ઘર, આ ખેડૂતની ટ્રકમાં ડ્રોઇંગ રૂમ, શૌચાલય જેવી તમામ સુવિધાઓ છે..

જલંધરના એક ખેડૂતે, સિંધુ સરહદ પર ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરતી વખતે એક ક્રિએટીવ આઇડીયા અપનાવ્યો હતો. તેણે કન્ટેનર ટ્રકમાં સંપૂર્ણ કામચલાઉ ઘર બનાવી દીધું છે. હરપ્રીતસિંહ મટ્ટૂ નામના વ્યક્તિએ પોતાના ટ્રકમાં કામચલાઉ ઘરમાં સોફા, બેડ, ટીવી અને મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ સાથે જરૂરી શૌચાલય જેવી તમામ જીવન જરૂરિયાતની સુવિધાઓ છે.

ગુજરાત લાઈવ સાથે વાત કરતાં મટ્ટૂએ કહ્યું, “હું મારા મોટા ભાઈના કહેવાથી 2 ડિસેમ્બરે અહીં આવ્યો હતો. તેમણે મને ખેડુતોની સેવા કરવાનું કહ્યું. મેં મારું બધું કામ છોડી દીધું અને સિંઘુ બોર્ડર પર સાત દિવસ સેવા આપી.” આ પહેલા, મારી પાંચ ટ્રક આવી ગઈ હતી અહીં અને જ્યારે હું મારી હોટલ પર પાછો આવ્યો ત્યારે મને મારા ઘરની પીડા અનુભવાઈ.

તે પછી મેં વિચાર્યું કે હું મારા એક ટ્રકને કામચલાઉ ઘરમાં બદલી નાખું અને મેં મારા એક મિત્રને વાત કરી તેને પણ મારો આ આઈડિયા ગમ્યો એટલે મેં તેની મદદથી મારા એક ટ્રકમાં ઘરમાં હોય તેવી સુવિધા સાથેનું ઘર બનાવી દીધુ છે અને આ ફેરફાર કરવામાં અમને બે દિવસનો સમય લાગ્યો હતો.

મટ્ટૂએ ખેડૂતો જ્યાં વિરોધ કરી રહ્યા છે તે સિંઘુ બોર્ડર પર ગુરુદ્વારા સાહિબ રિવરસાઇડ કેલિફોર્નિયા લંગર સેવા પણ શરુ કરી છે, જે મુસાફરો અને ખેડૂતોને ચા, નાસ્તો અને ભોજન આપે છે.

તેણે કહ્યું, “મારા લંગરમાં સવારથી સાંજ સુધી ચોવીસ કલાક ચા પીરસવામાં આવે છે.” અને ખેડૂતોને સમય પ્રમાણે નાસ્તો અને ભોજન આપવામાં આવે છે.

તમને આ પોસ્ટ કેવી લાગી? કૃપા કરીને અમને કોમેન્ટમાં જણાવો અને તમને આ પોસ્ટ ગમી હોય તો શેર જરૂર કરજો.

જો તમારી પાસે ગુજરાતીમાં કોઈ આર્ટીકલ્સ, વાર્તા અથવા માહિતી છે, જે તમે અમારી સાથે શેર કરવા માંગો છો, તો કૃપા કરીને તમારા ફોટા સાથે અમને ઇમેઇલ કરો. અમારી આઈડી છે: Gujaratexpress100@gmail.com. જો અમને ગમશે, તો અમે તેને અહીં તમારા નામ અને ફોટો સાથે પ્રકાશિત કરીશું. આભાર!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments